નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ હવે તમને એક પોર્ટલ પર મળી જશે. ભારતમાં પ્રથમવાર દેશની સર્વોચ્ચ મેડિકલ રિસર્ચ બોડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક વેક્સિન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વેક્લિન પોર્ટલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે લોન્ચ કર્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જનતા વચ્ચે જાગરૂકતા પેદા કરવા માટે કોવિડ-19 માટે વેક્સિન પોર્ટલનું ઉદ્ધાટન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોર્ટલ પર ભારતમાં વેક્સિન વિકાસ સંબંધિત બધી સૂચનાઓ ઉપલબ્ધ રહેશે. આઈસીએમઆર (ICMR) વેક્સિન પોર્ટલને સોમવારે જાહેર કરવામાં આવશે. સમયની સાથે વિભિન્ન બીમારીઓને રોકવા માટે ઉપયોગ થનાર બધી સરીઓ માટે ઉપલબ્ધ ડેટાની સાથે વેબ પોર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ ત્રણ કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આ ત્રણેય વેક્સિન ટ્રાયલના અલગ-અલગ તબક્કામાં છે. ભારતમાં ત્રણ કોરોના વેક્સિન- ભારત બાયોટેક- આઈસીએમઆરની કોવેક્સિન (COVAXINE), અને ઝાયડસ કેડિલાની ઝાઇકોવ-ડી (ZyKov-D) અને ઓક્સફોર્ડ-એસ્ટ્રોઝેનેકાની કોવિશીલ્ડ (Covishield) છે. 


ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન જે ભારત બાયોટેક વેક્સિન '(Bharat Biotech Vaccine) છે, તેને આઈએમસીઆરના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ રીતે બીજી વેક્સિન ફાર્માની દિગ્ગજ કંપની ઝાયડસ કેડિલા  (Zydus Cadilla) એક ડીએનએ વેક્સિન પર કામ કરી રહી છે. 


કોરોનાકાળમાં જે લોકોને ઘર બહારના 'ફોગટ ફેરા' કરવાની આદત હોય તે ખાસ વાંચે...


ભારતમાં ત્રીજી વેક્સિન એક રિકોમ્બિનેન્ટ ઓક્સફોર્ડ યુનિવર્સિટી વેક્સિન છે, જે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  (SII) દ્વારા નિર્મિત છે, જેને દેશના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) તરફથી બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. 


વૈજ્ઞાનિક અનુસાર, ICMR વેક્સિન પોર્ટલમાં COVID-19  વેક્સિન, ભારતની પહેલ, સામાન્ય જનતા માટે આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી અને હંમેશા પૂછાતા પશ્નો (જે પ્રાદેશિક ભાષામાં રજૂ કરવામાં આવશે) જેવા સેક્શન હશે. વેક્સિન પોર્ટલકોરોના વેક્સિન સાથે સંબંધિત જાણકારીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO)થી પોતાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube