HMPV Cases in India: ચીનમાં ફેલાઈ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPVની ભારતમાં અન્ટ્રી થઈ ગઈ છે અને આ વાયરસે દેશમાં એક દિવસમાં 5 બાળકોને અસર કરી છે. બેંગલુરુમાંથી HMPVના બે કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં HMPV ચેપનો એક કેસ નોંધાયો છે અને ચેન્નાઈમાં 2 બાળકો ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના વધતા જોખમ વચ્ચે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ ડરામણી ચેતવણી આપી છે અને કહ્યું છે કે વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ 'ફેલાઈ' ચુક્યો છે. જો કે, ICMRએ કહ્યું કે, ભારત શ્વસન સંબંધી રોગોમાં કોઈપણ સંભવિત વધારાનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના કેસોમાં અસામાન્ય વધારો થયો નથી
આ સાથે ICMRએ રાહતના સમાચાર આપતા કહ્યું કે, ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. ICMRએ કહ્યું કે, 'એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે HMPV ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલેથી જ પ્રચલિત છે અને HMPV-સંબંધિત શ્વસન રોગોના કેસો ઘણા દેશોમાં નોંધાયા છે. વધુમાં ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના હાલના ડેટાના આધારે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI)ના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.' તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે, ત્યારે ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPV પરિભ્રમણના વલણો પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.


વાદળોની વચ્ચે ટ્રેનની મુસાફરી કરવા થઈ જાવ તૈયાર, આ છે વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ


બાળકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી
બેંગલુરુમાં 8 મહિનાના અને 3 મહિનાના બાળકમાં HMPV ચેપ જોવા મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 2 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત જોવા મળ્યું છે. આ બાળકોએ તાવની ફરિયાદ કરી હતી. જો કે, આ બાળકોમાં ચીનની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં ચેપગ્રસ્ત મળી આવેલા બાળકમાં શરદી અને તાવના લક્ષણો હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકની તબિયત સારી હોવાનું કહેવાય છે, પરંતુ ખાનગી લેબમાં તેનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકોને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચેપની ઓળખ કરવામાં આવી હતી. બન્ને બાળકોને બ્રોન્કોપ્યુનિમોનિયા નામના ન્યુમોનિયાનો ઇતિહાસ હતો, જે ફેફસાના ચેપનો એક પ્રકાર છે. બ્રોન્કોપ્યુમોનિયા ફેફસાં અને શ્વાસનળી બન્નેમાં એલ્વેલીને અસર કરે છે.


એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો


આરોગ્ય મંત્રાલયે નિવેદનમાં જણાવાયું છે કે, "બન્ને કેસોની ઓળખ બહુવિધ શ્વસન વાયરલ પેથોજેન્સ માટે નિયમિત દેખરેખ દ્વારા કરવામાં આવી હતી, જે સમગ્ર દેશમાં શ્વસન રોગો પર દેખરેખ રાખવા માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો એક ભાગ છે." મંત્રાલયે કહ્યું કે, એક બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય એક બાળક હવે સ્વસ્થ છે. મંત્રાલયે કહ્યું કે, ' ખાસ મહત્વપૂર્ણ છે કે દર્દીઓમાંથી કોઈનો પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી.'