જો ટ્રેનોમાં આ એક વસ્તુ હોત તો....ઓડિશા ટ્રેન અકસ્માતમાં આટલી મોટી ત્રાસદી ન થાત!
Indian Railway Kavach and Odisha Train Accident: ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે એકવાર ફરીથી ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા સંલગ્ન દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. આ મુશ્કેલ સમયમાં રેલવેનું સુરક્ષા કવચ હાલ ચર્ચામાં છે. જેનું ઉદ્ધાટન ગત વર્ષે થયું હતું.
Indian Railway Kavach and Odisha Train Accident: ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે એકવાર ફરીથી ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા સંલગ્ન દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. આ મુશ્કેલ સમયમાં રેલવેનું સુરક્ષા કવચ હાલ ચર્ચામાં છે. જેનું ઉદ્ધાટન ગત વર્ષે થયું હતું. વાત જાણે એમ છે કે રેલવેએ પોતાના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કવચનું નિર્માણ કરાવ્યું હતું. જેના અસ્તિત્વમાં આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભવિષ્યમાં ટ્રેન અકસ્માતો પર જરૂર લગામ કસશે. આવી આશાઓ વચ્ચે બાલાસોરમાં થયેલી આ ત્રાસદીએ આખા દેશને હચમચાવી નાખ્યો છે.
કવચનું થયું હતું સફળ પરીક્ષણ
તે સમયે રેલવે અકસ્માતોને રોકવા માટે ભારતીય રેલવેના આ કવચને માસ્ટર સ્ટ્રોક અને મોટી ક્રાંતિ ગણવામાં આવી રહ્યું હતું. આ ટેક્નોલોજી વિશે કહેવાતું હતું કે રેલવે એવી ટેક્નોલોજી વિક્સિત કરી ચૂક્યુંછે જેમાંજો એક જ પાટા પર ટ્રેન આમને સામને આવી જાય તો અકસ્માત થશે નહીં. સરકારે ત્યારે જણાવ્યું હતું કે આ કવચ ટેક્નોલોજી(Kavach Technology) ને જલદી દેશના તમામ રેલવે ટ્રેક અને ગાડીઓમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે.
આશા જાગી પણ તૂટી ગઈ
માર્ચ 2022માં થયેલી કવચ ટેક્નોલોજીની ટ્રાયલમાં એક જ પાટા પર દોડતી બે ટ્રેનોમાંથી એક ટ્રેનમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સવાર હતા અને બીજી ટ્રેનના એન્જિનમાં રેલવે બોર્ડના ચેરમેન પોતે હાજર રહ્યા હતા. એક જ પાટા પર આમને સામને આવી રહેલી ટ્રેન અને એન્જિન કવચ ટેક્નોલોજીના કારણે ટકરાયા નહીં. કારણ કે કવચે રેલવે મંત્રીની ટ્રેનને સામેથી આવી રહેલા એન્જિનથી 380 મીટર દૂર રોકી લીધી અને આ પ્રકારે પરીક્ષણ સફળ રહ્યું હતું.
Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા
Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન
800 લોકોના મોત, એ કાળો દિવસ...જ્યારે ટ્રેનના 9 ડબ્બા સીધા નદીમાં પડ્યા હતા
રેલવે મંત્રીએ આપ્યું હતું નિવેદન
સફળ ટ્રાયલ બાદ રેલવે મંત્રીએ કહ્યું હતું કે જો એક જ ટ્રેક પર બે ટ્રેનો આમને સામને આવી જાયતો કવચ ટેક્નોલોજી ટ્રેનની સ્પીડ ઓછી કરીને એન્જિનમાં બ્રેક લગાવે છે. જેનાથી બંને ટ્રેનો પરસ્પર ટકરાવાથી બચી જશે. 2022-23માં કવચ ટેક્નોલોજીને આ વર્ષે 2000 કિલોમીટર રેલવે નેટવર્ક પર ઉપયોગમાં લાવવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે 4000-5000 કિલોમીટર નેટવર્ક જોડાતા જશે. પરંતુ આ કામમાં જે ઝડપની આશા રખાઈ હતી તેને જોતા તે સ્તરે કામ થઈ શક્યું નહીં.
આરડીએસઓએ કર્યું ડેવલપ
કવચ ટેક્નોલોજીને દેશના 3 વેન્ડર્સ સાથે મળીને RDSO એ ડેવલપ કર્યું હતું જેથી કરીને પાટા પર દોડતી ટ્રેનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તે વખતે તે પ્રોજેક્ટનું નામ Train Collision Avoidance System (TCAS) હતું. RDSO એ તેના ઉપયોગ માટે ટ્રેનની સ્પીડ લિમિટ વધુમાં વધુ 160 કિમી/પ્રતિકલાક નક્કી કરી હતી. આ સિસ્ટમમાં કવચનો સંપર્ક પાટાઓની સાથે સાથે ટ્રેનના એન્જિન સાથે થાય છે. પાટાઓની સાથે તેનું એક રિસિવર હોય છે તોટ્રેનના એન્જિનની અંદર એક ટ્રાન્સમીટર લગાવવામાં આવે છે જેનાથી ટ્રેનના અસલ લોકેશનની ખબર પડે છે.
કવચ અંગે
આ સિસ્ટમ અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો સેટ છે. જેમાં રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઈસિસને ટ્રેન, ટ્રેક, રેલવે સિગ્નલ સિસ્ટમ અને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતર પર ઈન્સ્ટોલ કરવામાં આવે છે. આ સિસ્ટમ બીજા કમ્પોનન્ટ્સથી અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા કમ્યુનિકેટ કરે છે. જેવો કોઈ લોકો પાઈલટ કોઈ સિગ્નલને જમ્પ કરે છે, તો કવચ એક્ટિવ થઈ જાય છે. ત્યારબાદ સિસ્ટમ લોકો પાઈલટને અલર્ટ કરે છે અને પછી ટ્રેનના બ્રેક્સનો કંટ્રોલ મેળવે છે. જેવી સિસ્ટમને ખબર પડે છે કે ટ્રેક પર બીજી ટ્રેન આવી રહી છે તો તે પહેલી ટ્રેનની મૂવમેન્ટને રોકી દે છે.
સિસ્ટમ સતત ટ્રેનની મૂવમેન્ટને મોનિટર કરે છે અને તેના સિગ્નલ મોકલે છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને સરળ ભાષામાં સમજીએ. આ ટેક્નોલોજીની કારણે જેવી બે ટ્રેનો એક જ ટ્રેક પર આવી જાયતો એક નિશ્ચિત અંતર પર સિસ્ટમ બંને ટ્રેનોને રોકી દે છે. દાવો માનીએ તો જો કોઈ ટ્રેન સિગ્નલ જંપ કરે તો 5 કિલોમીટરના દાયરામાં હાજર તમામ ટ્રેનોની મૂવમેન્ટ અટકી જશે. હકીકતમાં આ કવચ સિસ્ટમને હજુ તમામ રૂટ્સ પર ઈન્સ્ટોલ કરાયા નથી. તેને અલગ અલગ ઝોનમાં ધીરે ધીરે ઈન્સ્ટોલ કરાઈ રહ્યા છે. કવચ સિસ્ટમ લાગવાની શરૂઆત દિલ્હી-હાવડા, અને દિલ્હી-મુંબઈ રૂટથી કરવાની વાત કહેવાઈ હતી.
ટ્રેનમાં નહતું કવચ
ઉઠી રહેલા દાવાઓ વચ્ચે રેલવેના સ્પોક્સપર્સન અમિતાભ શર્માએ જાણકારી આપી કે અકસ્માત થયેલા રૂટ પર કવચ સિસ્ટમ લાગેલી નહતી. રેલવેની કવચ ટેક્નોલોજીને તમામ ટ્રેક પર જોડવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube