મુંબઇ: કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં સરકારની સહયોગી શિવસેનાનું તીખું વલણ અખંડ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ વખતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફક્ત તેમની વાત કરે છે, અમે જનતાની વાત કરીએ છીએ. મારા દેશનું શું થશે તે મારી પ્રાથમિકતા છે. મારો દેશ કેવીરીતે સુધરશે, દેશનો આર્થિક સુધારો કેવી રીતે થશે તે વિષય પર વિચારી રહ્યાં છે. સરકારી યોજનાનો અમે પર્દાફાશ કર્યો છે. ભાજપ કહે છે કે અમને મજબૂત સરકાર જોઇએ. સરકાર મજબૂક હશે તો પણ ચાલશે, પરંતુ મારો દેશ મજબૂત હોવો જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું


ઉદ્ધવ ત્યાં ન રોકાયા, તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકાર મજબૂત હતી. ઇમર્જન્સી લગાવવું તેમની ભૂલ હતી, પરંતુ પાકિસ્તાનના બે ટૂકડા કર્યા. આ હોય છે મજબૂતી. ઇન્દિરાએ પાકિસ્તાનના ટૂકડા કર્યા. અટલ બિહારી વાજપેયીની મિશ્ર સરકારે પાકિસ્તાનને કારગિલમાં હરાવ્યું. તેને કહેવાય છે જીગર દેખાડવું.


વધુમાં વાંચો: સપા-બસપાના ગઠબંધનથી છંછેડાયેલ કોંગ્રેસના ફુંફાડા, UPમાં એકલા હાથે લડશે ચૂંટણી


શિવસેના પ્રમુખે કહ્યું કે હનુમાનની જાતી પૂછવામાં આવે છે, આપણે એટલા નીચે છે શું. બીજા કોઇ ધર્મના દેવતા વિશે બોલવામાં આવે છે તો કહેનારના દાંત તોડી દેવામાં આવે છે. ચૂંટણી આવતા જ વારંવાર કહેવા લાગે છે, મંદિર તેઓ જ બનાવશે. મંદિર દેખાવવાનું નથી. જો પીએમ મોદી વિષ્ણુના અવતાર છે તો રામ મંદિર કેમ નથી બનાવતા. જો આ રામ મંદિર નહીં બનાવી શકતા તો વિષ્ણુ હવે તેમનો અવતા છે એવું કહેવાશે.


વધુમાં વાંચો: કોઇ કોર્ટ નક્કી ન કરી શકે કે રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી: VHP


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કહેવાય છે કે કોંગ્રેસ રામ મદિરમાં અડચણ ઉભી કરે છે. રામ મંદિરનો નારો લગાવી સત્તામાં આવ્યા, અડચણ ઉભી કરનાર કોંગ્રેસને જનતા હરાવી ચૂકી છે. હવે તમારી સંપૂર્ણ સત્તા છે, કેમ અત્યાર સુધી રામ મંદિર બનાવ્યું. અમારુ ગઠબંધન હિન્દુત્વના મુદ્દા પર થયું હતું, પરંતુ હવે ભાજપના નેતામાં રામ મંદિરને લઇને એકરૂપતાવાળા વિચાર નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...