નવી દિલ્હીઃ Loksabha Election Survey: લોકસભાની ચૂંટણી આમ તો વર્ષ 2024માં થવાની છે પરંતુ તે પહેલા કેટલાક ચૂંટણી સર્વે દ્વારા લોકોનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક સર્વે 'મૂડ ઓફ ધ નેશન'માં એનડીએ સરકારના કામકાજથી લઈને તે પ્રયાસ કરવામાં આવ્યો કે રાજ્યોમાં એનડીએને કેટલો ફાયદો અને કેટલું નુકસાન થવાનું છે. આ સિવાય યુપીએની સ્થિતિમાં કેટલો સુધાર થયો છે, તે પણ સર્વે દ્વારા સમજી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોની બનશે સરકાર
જો આજે દેશમાં લોકસભા ચૂંટણી થાય તો કોની સરકાર બનશે. આ સવાલના જવાબમાં બહુમત એનડીએની સરકારના પક્ષમાં આવ્યો છે. સર્વે પ્રમાણે લોકસભાની 543 સીટોમાંથી 298 સીટો એનડીએ ગઠબંધનને મળી રહી છે. તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને 153 સીટો મળી રહી છે. અન્યના ખાતામાં 92 સીટો આવી રહી છે. ટકાવારીની વાત કરીએ તો એનડીએને 43 ટકા, યુપીએને 30 ટકા જ્યારે અન્યના ખાતામાં 27 ટકા મત આવી શકે છે. 


આગામી ચૂંટણીમાં એનડીએને ક્યા રાજ્યમાં ફાયદો મળતો જોવા મળી રહ્યો છે, વર્ષ 2019માં તેની સ્થિતિ હતી અને વર્ષ 2023માં શું સ્થિતિ છે, તેને લઈને ઘણી વસ્તુ ઈન્ડિયા ટુડે સી-વોટરના સર્વે મૂડ ઓફ ધ નેશનમાં સામે આવી છે. 


આવો જાણીએ જો આજે ચૂંટણી થાય તો ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી એનડીએ અને યુપીએની સ્થિતિ શું હશે... શું કહે છે સર્વે?


આ પણ વાંચોઃ ભાજપમાં કોણ હશે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા નામ


આ રાજ્યોમાં એનડીએને ફાયદો
ઈન્ડિયા ટુડે સી-વોટર સર્વે અનુસાર, પહેલા એનડીએની વાત કરીએ. રાજ્યો પ્રમાણે એનડીએની હાલત જોવામાં આવે તો ઘણા એવા રાજ્યો છે જ્યાં આ ગઠબંધનને ફાયદો થતો જોવા મળી રહ્યો છે તો ક્યાંક નુકસાન પણ થઈ રહ્યું છે. આસામ રાજ્યમાં વર્ષ 2019ની ચૂંટણીમાં NDAને 9 બેઠકો મળી હતી, જ્યારે આજે ચૂંટણી થાય તો NDAને 12 બેઠકો મળતી જોવા મળે છે.


તેલંગાણામાં એનડીએને વર્ષ 2019માં 4 બેઠકો મળી હતી પરંતુ વર્ષ 2023માં તેને 6 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો વર્ષ 2019માં એનડીએને 18 બેઠકો મળી હતી, જ્યારે વર્ષ 2023માં સર્વે મુજબ તેને 20 બેઠકો મળતી જણાય છે. ઉત્તર પ્રદેશમાં એનડીએ ગઠબંધને વર્ષ 2019માં 64 બેઠકો જીતી હતી પરંતુ વર્ષ 2023માં તેને 70 બેઠકો  જીતે તે સામે આવ્યું છે.


આ રાજ્યોમાં UPAને ફાયદો
એનડીએની સ્થિતિ બાદ હવે વાત યુપીએની કરીએ. રાજ્યો પ્રમાણે જોવામાં આવે તો યુપીએને કર્ણાટકમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં યુપીએને માત્ર 2 સીટો મળી હતી, તો વર્ષ 2023ના આ સર્વે પ્રમાણે જો અત્યારે ચૂંટણી થાય તો યુપીએને ત્યાં 17 સીટ મળી શકે છે. આ સિવાય મહારાષ્ટ્રમાં પણ યુપીએ ગઠબંધન સારૂ પ્રદર્શન કરી શકે છે. વર્ષ 2019માં યુપીએએ માત્ર છ સીટથી સંતોષ કરવો પડ્યો હતો, તો વર્ષ 2023માં આ ગઠબંધનના ખાતામાં 34 સીટો આવી શકે છે. 


બિહારમાં વર્ષ 2019માં યુપીએને માત્ર 1 સીટ મળી હતી. પરંતુ જો અત્યારે ચૂંટણી થાય તો યુપીએને 25 સીટો મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube