બેંગલુરૂ: કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદુયરપ્પાએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં જો રાજ્યની 28 લોકસભા ચૂંટણીમાંથી પાર્ટીએ 22 બેઠક જીતી લીધી તો ત્યારબાદના 24 કલાકની અંદર કર્નાટકમાં ભાજપની સરકાર બનશે. એટલે કે, જેડીએસ-કોંગ્રેસ સરકાર પડી જશે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભર્યા બાદ ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ભાજપને બહુમતના જાદૂઇ આંકડા માટે સાત ધારાસભ્યોના સમર્થનની જરૂરીયા હતી પરંતુ ચૂંટણી બાદ જેડીએસ-કોંગ્રેસે ભેગા મળી ભાજપને સત્તાથી દૂર કરી દીધી હતી. જેડીએસના નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભાઇએ ટ્વિટર પર રેલ મંત્રીને કરી અપીલ, કહ્યું- પ્લીઝ મારી બહેનને બચાવી લો


જેડીએસ-કોંગ્રેસમાં બેઠકોનો તાલમેલ થવાનું નક્કી
આ વચ્ચે જનતા દળ સેક્યૂલર (એડીએસ)ના પ્રમુખ એટ ડી દેવાગૌડાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, કર્નાટકમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે બેઠકની વહેચણી 13-14 માર્ચ સુધી પૂરી થઇ જવાની સંભાવના છે. આ ભ્રમ પર જ તેઓ કઇ બેઠકથી ચૂંટણી લડશે, પૂર્વ પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ આ વિષય પર કોઇ નિર્ણય સુધી પહોંચ્યા નથી. તેમણે કહ્યું કે, બેઠકની વહેચણીના મુદ્દા પર 13 અથવા 14 માર્ચ સુધી એક અથવા બે દિવસમાં અમે અંતિમ તબક્કા પર પહોંતી જઇશું.


લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’


બીજીબાજૂ કોંગ્રેસે બેઠક અને ઉમેદવારો વિશે ચર્ચા કરવા માટે પાર્ટી મહાસચિવની આગેવાનીમાં પસંદગી સમિતિની બેઠક કરી છે. ગત ગુરૂવારે કર્નાટક કોંગ્રેસની ચૂંટણી સમિચિએ તેમની એક બેઠક કરી 28માંથી 15 બેઠકો માટે ઉમેદવારના નામની એક પેનલને અંતિમ રૂપ આપ્યું હતું.


વધુમાં વાંચો: ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ


સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્પષ્ટ છે કે જેડીએસની હસન અને માંડ્યા બેઠક તેમને જ મળશે. આ બંને બેઠકો પર હાલમાં તેમના સાંસદ છે. શિમોગા બેઠક વિશે દેવગૌડા પહેલાથી જ જાહેરાત કરી હતી કે, પૂર્વ ધારાસભ્ય મધૂ બંગરપ્પા ઉમેદવાર હશે. એવામાં બંને દળોએ તેમની બાકી બેઠકો નક્કી કરવાની જરૂરીયાત છે જે જેડીએસને મળશે.
(ઇનપુટ: એજન્સી ભાષાથી)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..