લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’

કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે. આ વાતની જાહેરાત કરતા તેમણે દેશના અન્ય રાજકીય દેળને પડકાર પણ આપ્યો છે. ટીએમસીની તરફથી ઉમેદવારોનું લિસ્ટમાં જે સૌથી રોમાંચક નામ છે તે છે અભિનેત્રી મુનમુન સેનનું.

મમતા બેનર્જીએ મુનમુન સેનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબૂલ સુપ્રિયોની બેઠક આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે. આ વાતની પણ સંપૂર્ણ સંભાવના છે કે ભાજપ બીજીવાર પણ આ બેઠક પર બાબૂલ સુપ્રિયોને જ તક આપશે. આ કારણથી આસનસોલ બેઠકની લડાઇ રોમાંચક થવાની છે.

તૃણમૂલ કોંગ્રેસની આ જાહેરાતથી બધી પાર્ટીઓને વિચારવા પર મજબૂર કરી દીધી છે. 42માંથી 17 મહિલા ઉમેદવારોનું લિસ્ટમાં ચાર અભિનેત્રીઓને તક આપવામાં આવી છે. તેમાં આસનસોલથી મુનમુન સેન અને બીરભૂમથી શતાબ્દી રોયનું નામ મુખ્ય છે. આ ઉપરાંત બશીરઘાટથી અભિનેત્રી નુસરત જહાં અને જાધવપૂરથી મિમિ ચક્રવર્તી પણ ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડશે. શતાબ્દી બીરભૂમથી બેવાર સાંસદ રહી ચુક્યા છે.

અભિનેત્રી નુસરત જહાં અને મિમિ ચક્રવર્તીને પહેલી વખત તૃણમૂલ કોંગ્રેસ તરફથી બસિરહત અને જાદવપૂરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. બંનેએ જ બંગાળી ફિલ્મ જગતમાં ઘણી હિટ મૂવી આપી છે. આ સાથે જ ટીએમસીના 10 સાંસદોની ટિકિટ પણ કાપી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટી માટે કામ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news