ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ

ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે.

ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે થયાલી આ વિમાન દૂર્ઘટનામાં 157 લોકોના મોત થયા છે. સ્પાઇસ જેટની પાસે લગભગ 12 આ પ્રકારના વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આ પ્રકારના પાંચ વિમાન છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વિટર પર કહ્યું કે, ડીજીસીએએ બોઇંગ 737-મેક્સ વિમાનોની ઉડાન ભરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિમાન ત્યાં સુધી ઉડાન ભરી શકશે નહીં, જ્યાં સુધી તે સુરક્ષિત ઉડાન માટે ઉપયુક્ત સુધારા તેમજ સુરક્ષા ઉપાય કરવામાં આવતા નથી. મંત્રાલયે કહ્યું કે દરવખતની જેમ યાત્રિઓની સુરક્ષા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. અમે યાત્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દુનિયા ભરના નિયામકો, એરલાઇન્સ અને વિમાન નિર્માતાઓની સાથે નજીકી કન્સલ્ટેશન ચાલૂ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, ઇથોપિયન એરલાઇન્સના બોઇંગ 737 મેક્સ-8 વિમાન રવિવારના ઇથોપિયાના અદીસ અબાબાના પાસે દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં ચાર ભારતીય સહીત વિમાનમાં સવાર 157 યાત્રીઓનું મોત થયું હતું. છેલ્લા પાંચ મહિનામાં બોઇંગ 737 મેક્સ-8 વિમાન બીજીવાર દૂર્ઘટનાનો શિકાર થયું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં લાયન એરલાઇન્સની આ શ્રૃંખલાનું એક વિમાન ઇન્ડોનેશિયામાં દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 180થી વધારે યાત્રીઓના મોત થયા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે સચિવને નિર્દેશ આપવામાં આવ્યા છે કે યાત્રિઓની અસુવિધાથી બચવા માટે આકસ્મિક યોજના તૈયાર કરવા માટે બધી એરલાઇન્સની સાથે એક તાત્કાલિક બેઠક કરે. યાત્રિઓની સુરક્ષા સાથે સમજોતા કરવામાં આવી શકે નહીં. આ સાથે યાત્રિઓની મુસાફરી પર તેની ઓછામાં ઓછી અસર પડે, તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કેમકે તેમની સુવિધા મહત્વની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news