ઓ બાપ રે ! PFનો UAN નંબર નથી ખબર, કરો આ પ્રોસેસ નહીં તો પૈસા ઉપાડવામાં આવશે મુશ્કેલી
PF ખાતા માટે UAN નંબર જરૂરી હોય છે અને ઘણા લોકોને પોતાના PF ખાતાનો UAN નંબર ખબર નથી હોતો. શું તમને પણ તમારા પીએફ ખાતાનો યૂએએન નંબર નથી ખબર તો કેવી રીતે જાણશો...
નોકરિયાત વર્ગ માટે પીએફ ખાતું ખોલવામાં આવે છે જેમાં દર મહિને કર્મચારીના પગારમાંથી થોડી રકમ જમા કરવામાં આવે છે અને તેટલી જ રકમ કંપની દ્વારા પણ જમા કરવામાં આવે છે. જ્યારે આપણે પીએફ એકાઉન્ટમાં ઓનલાઈન લોગીન કરીએ છીએ અથવા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીએ છીએ, ત્યારે આ બધા કામ માટે આપણને યુએએન નંબરની જરૂર પડે છે. પરંતુ ઘણા લોકોને તેમનો નંબર ખબર નથી. જો તમે પણ તમારો UAN નંબર નથી જાણતા, તો ચાલો તમને તેને જાણવાની કેટલીક સરળ રીતો જણાવીએ.
પહેલી રીતઃ
જો તમને તમારો UAN નંબર ખબર નથી, અને તમે તેને જાણવા માગો છો, તો તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરવી પડશે. જે અહીં દર્શાવાઈ છે પછી અહીં તમારે લોગિન હેઠળ Know your UAN પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી, OTP રિક્વેસ્ટ પર ક્લિક કરો..પછી મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો. હવે તમે આધાર નંબર ભરીને શૉ યોર UAN પર ક્લિક કરીને તમારો UAN નંબર જાણી શકો છો.
આ પણ વાંચો:
BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?
માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free
બીજી રીતઃ
આપના PF ખાતાનો UAN નંબર જાણવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 નંબર પર મિસ્ડકોલ કરવાનો રહેશે. મિસ્ડકોલ કર્યા પછી આપના મોબાઈલ નંબર પર મેસેજ થકી આપને UAN નંબર મોકલી દેવામાં આવશે.
ત્રીજી રીતઃ
મેસેજ દ્વારા બીજી કઈ રીતે તમારો UAN નંબર જાણી શકો છો તે જણાવું. આ માટે સૌથી પહેલા મેસેજ બોક્સમાં જઈને EPFOHO UAN ENG લખો. જો તમે આ માહિતી હિન્દીમાં જાણવા માંગતા હો, તો તમારે મેસેજમાં EPFOHO UAN HIN લખવું પડશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મોબાઈલ નંબર 7738299899 પર આ મેસેજ મોકલો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવે છે, જેમાં તમારો UAN નંબર દર્શાવાયો હશે. તો આ ત્રણ સરળ રીત છે જેનાથી તમે તમારો યૂએએન નંબર જાણી શકો છો.
આ પણ વાંચો:
Malaika Arora એ કાતિલ અદાઓથી કર્યા ફેન્સને ઘાયલ, ટાઈટ વ્હાઈટ ગાઉનમાં શેર કર્યા Photo
અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું? વીડિયો વાયરલ
UP: બુલડોઝર એક્શન દરમિયાન માતા-પુત્રી જીવતા ભૂંજાયા, અનેક ઓફિસરો પર FIR
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube