20 મિનિટમાં આવી જશે કોરોના ટેસ્ટનો રિપોર્ટ, કિંમત એટલી ઓછી કે જાણીને ચોંકી જશો
સંશોધકોએ દાવો કર્યો છે કે તેના દ્વારા વિકસિત કોવિડ-19 તપાસ કિટ હાલના સમયમાં ઉપયોગ કરવામાં આવી રહેલા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેસ ચેન રિએક્શન (આરટી-પીસીઆર) પર આધારિત નથી. તેમણે કહ્યું કે, કિટ 550 રૂપિયાની કિંમત પર વિકસિત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને સમાપ્ત કરવા માટે સૌથી જરૂરી છે તે તેના માટે ટેસ્ટ સમય પર થાય. પરંતુ છેલ્લા 5 મહિનામાં કોરોના વાયરસમાં ટેસ્ટમાં મોડુ પણ એક સમસ્યા બનેલી છે. તેવામાં ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT - Hyderabad) હૈદરાબાદના સંશોધકોએ દાવો કર્યો છે કે તેણે કોવિડ-19ની તપાસ માટે કિટ વિકસિત કરી છે, જેમાં માત્ર 20 મિનિટમાં પરિણામ આવી જશે.
RT-PCR પર આધારિત છે નવી શોધ
સંશોધકોએ દાવો કર્યો છે કે તેના દ્વારા વિકસિત કોવિડ-19 તપાસ કિટ હાલના સમયમાં ઉપયોગ કરવામાં આવી રહેલા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેસ ચેન રિએક્શન (આરટી-પીસીઆર) પર આધારિત નથી. તેમણે કહ્યું કે, કિટ 550 રૂપિયાની કિંમત પર વિકસિત કરવામાં આવી છે અને મોટા પાયે ઉત્પાદન થવા પર તેની કિંમત 350 રૂપિયા સુધી થઈ શકે છે.
સંશોધનકર્તાઓએ તપાસ કિટની પેટેન્ટ માટે અરજી કરી છે અને હૈદરાબાદ સ્થિત ઈએસઆઈસી ચિકિત્સા મહાવિદ્યાલય તથા હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ચાાલી રહ્યો છે તથા ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાસે મંજૂરી માગવામાં આવી છે.
આઈઆઈટી હૈદરાબાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર શિવ ગોવિંદ સિંહે જણાવ્યુ, 'અમે કોવિડ 19 તપાસ કિટ વિકસિત કરી છે, જેમાં 20 મિનિટની અંદર લક્ષણ અને લક્ષણ વગરના દર્દીઓનો તપાસ રિપોર્ટ મળી જશે. તેની વિશેષતા તે છે કે તે આરટી-પીસીઆરની જેમ કામ કરે છે.'
મહારાષ્ટ્રમાં 82 હજારની પાર પહોંચ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 2,739 નવા કેસ
સિંહે કહ્યુ, ઓછા ભાવની તપાસ કિટ સરળતાથી એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જઈ શકાય છે અને દર્દીના ઘરમાં તપાસ કરી શકાય છે. આ તપાસ કિટને હાલની તપાસ સિસ્ટમના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. અમે કોવિડ-19 જીનોમને સુરક્ષિત ક્ષેત્રના એક ખાસ ક્રમની ઓળખ કરી છે.
આઈઆઈટી હૈદરાબાદ દેશની બીજી શિક્ષણ સંસ્થા છે જેણે કોરોના વાયરસની તપાસ કિટ વિકસિત કરી છે. આઈઆઈટી દિલ્હી પ્રથમ સંસ્થા છે જેના દ્વારા વિકસિત વાસ્તવિક સમય પીસીઆર તપાસ કિટને આઈસીએમઆર પાસેથી મંજૂરી મળી છે.
સંશોધકોનો દાવો હાલની તપાસ પદ્ધતિ 'સંશોધન આધારિત' છે જ્યારે તેમના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત કિટ સંશોધન ફ્રી પદ્ધતિ પર આધારિત છે, જેથી ગુણવત્તા સાથે સમજુતી કર્યા વિના તપાસનો ખર્ચ ઓછો કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર