કાનપુર: આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ફિલ્મી કેરેક્ટર 'મિસ્ટર ઈન્ડિયા' જે રીતે અદ્રશ્ય થઈને તરખાટ મચાવતો હતો તેને મળતો કઈંક ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે. તેમણે એક એવા મેટા મટીરીયલની શોધ કરી હોવાનો દાવો કર્યો છે કે જેને પહેરવાથી કે ઓઢી લેવાથી ભારતીય સેનાના જવાનો, તેમના ટેન્ક, ફાઈટર વિમાનો, દુશ્મનના રડાર અને જાસૂસી કેમેરાની નજરથી ગાયબ થયેલા જોવા મળશે. આ રીતે દેખાતા ન હોવાના કારણે દુશ્મન દેશના સ્થળો પર હુમલો કરવો અને તેમનો નાશ કરવો સરળ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુશ્મન દેશોને તેમના ઘરમાં ઘૂસીને મારવું, સર્જિકલ સ્ટ્રાઈક કરવી, આ પ્રકારના કૌશલમાં ભારતની ત્રણેય સેના કાબેલ છે. રણ હોય કે ગાત્રો થીજવી દે તેવી ઠંડી બર્ફિલી પહાડીઓ, આર્મીના જવાનો દરેક મુશ્કેલીનો સામનો કરીને દુશ્મનને જડબાતોડ જવાબ આપે છે. આકાશના રસ્તે દુશ્મનના ઠેકાણાને ભેદવામાં આપણા ફાઈટર વિમાનો ક્યારેય હારતા નથી. દરિયામાં પણ ભારતના જંગી જહાજોએ મોરચો સંભાળીને રાખ્યો છે. પરંતુ સૈન્ય અભિયાનોમાં જવાનોની શહાદત અને સંરક્ષણ સામગ્રીઓના નુકસાનને હજુ પણ સહન કરવા પડે છે. 


હવે આ નુકસાનને ઓછુ કરવા માટે આઈઆઈટી કાનપુરે અદભૂત ખોજ કરી હોવાનો દાવો કર્યો છે. તેમણે એવો મેટામટીરિયલ શોધ્યું છે કે જેનું કોટિંગ જવાનો, ટેન્કો અને વિમાનોને દુશ્મનના રડારની નજરમાં પકડાવવા દેશે નહીં. 


આ છે તે ટેક્નોલોજી
આ મેટામટીરિયલને બરાબર સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી બનશે કે આખરે આપણા જવાનો અને સૈન્ય ઉપકરણ દુશ્મનની નજરમાં કેવી રીતે આવે છે. હકીકતમાં અંધારામાં વ્યક્તિ કે વસ્તુ હીટ રેડિએશન એટલે કે શરીરના તાપમાનના કારણે પકડમાં આવે છે. રડારના તરંગ વિમાનથી ટકરાઈને તેની હાજરીના સંકેત આપે છે. હવે જરા કલ્પના કરો કે જવાનોના શરીરના તાપમાન જ પકડમાં ન આવે અને રડારની તરંગોને આપણા ફાઈટર વિમાનો શોષી લે તો શું તેમની હાજરીનો આભાસ દુશ્મનને થઈ શકે. બસ આ મેટા મટીરિયલનું આવરણ એ જ કામ કરે છે. 


એક અદભૂત 700 વર્ષ જૂનું મંદિર, જેનું દેશના સંસદ ભવન સાથે છે જબરદસ્ત કનેક્શન 


આવી રીતે મળશે 'ગાયબ થવાની શક્તિ'
સામાન્ય રીતે તમામ મટીરિયલ એટલે કે પદાર્થની જનની પ્રકૃતિ એટલે કે કુદરત છે. પરંતુ એક મેટામટીરિયલ એટલે કે પરા પદાર્થ અનેક ધાતુઓ કે પ્લાસ્ટિક જેવા અનેક તત્વોને સયુંક્ત રીતે મેળવીને બનાવવામાં આવે છે. તેના સટીક આકાર, ભૂમિતિ, અભિવિન્યાસ અને વ્યવસ્થા તેમના વિદ્યુત ચુમ્બકિય તરંગોમાં હેરફેર કરવામાં તથા અવશોષિત કરવામાં સક્ષમ બનાવે છે. આ જ કારણે આ મેટામટીરિયલનું આવરણ આપણી સૈન્ય વ્યવસ્થાને દુશ્મનની નજરથી દૂર રાખશે. 


રાતમાં દુશ્મનની નજરથી દૂર રહેશે જવાન
વૈજ્ઞાનિકોની આ ઉપલબ્ધિને સમજવા માટે અમે અહીં 1987માં આવેલી સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાનો ઉલ્લેખ કરીએ છીએ. ફિલ્મનો હીરો કાંડા પર એક ખાસ ડીવાઈઝ બાંધીને અદ્રશ્ય થઈ જાય છે. વિજ્ઞાનનો નાનકડો વિદ્યાર્થી પણ જાણે છે કે નરી આંખેથી કોઈ પણ વસ્તુ કે જીવ ત્યારે જ જોઈ શકાય છે જ્યારે પ્રકાશ તેની સાથે અથડાય છે. આ જ સિદ્ધાંત પર જાસૂસી કેમેરાની ઈન્ફ્રારેડ કિરણો પણ કોઈની પણ હાજરીની જાણકારી તેના હીટ રેડિએશનથી મેળવી લે છે. 


1971નું યુદ્ધ: PAKના હુમલાનો ભારતીય સેનાએ આપ્યો હતો મરણતોલ જવાબ, થઈ ગયા બે ટુકડાં


હવે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો તેમની પરાધાતુથી બનેલા વસ્ત્ર આપણી સેનાના જવાનો પહેરે તો તેઓ મિસ્ટર ઈન્ડિયાની જેમ અદ્રશ્ય તો નહીં થાય પરંતુ રાતના અંધારામાં તેઓ દુશ્મનના જાસૂસી કેમેરાની નજરથી બચીને રહેશે. આ કપડાં પહેર્યા બાદ કોઈ પણ પ્રકારના આરએફ સેન્સર, ગ્રાઉન્ડ રડાર, એડવાન્સ બેટલ ફિલ્ડ રડાર અને ઈન્ફ્રારેડ કેમેરાને ખુબ સરળતાથી ચકમો આપી શકાશે. 


આપણે અમેરિકાથી આગળ
અમેરિકાએ પણ એક ખાસ મેટામટીરિયલ વિક્સિત કર્યું છે. પરંતુ તેનું આ મેટામટીરિયલ ખુબ  ભારે છે. તેનો ઉપયોગ સિમિત છે. જ્યારે આપણા સ્વદેશી મેટા મેટલ હળવા હોવાના કારણે અનેક રીતે ઉપયોગમાં લેવાશે. આઈઆઈટી કાનપુરની શોધ પર ડીઆરડીઓ એટલે કે રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠને પરીક્ષણ શરૂ કરી દીધુ છે. તેમના ટેસ્ટમાં પાસ થયા બાદ તે સેનાનું અંગ બની જશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...