IMAએ કોરોનાના `કમ્યુનિટી ટ્રાન્સમિશન` પર આપ્યું મોટું નિવેદન
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સામુદાયિક સંક્રમણ સ્તરે પહોંચી ગયો હોવાના અહેવાલોનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ખંડન કર્યું છે. IMAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવું કોઈ નિવેદન આપ્યું નથી. સંસ્થાએ એમ પણ કહ્યું કે આ અંગે અધિકૃત ડેટા જાહેર કરવાનું કામ સરકારી એજન્સીઓનું છે. તેમનું નહીં. IMAના જણાવ્યાં મુજબ ક્રાઉડ સોર્સિંગ ડેટા એક નાની વસ્તુ છે, તેને સરકારના અધિકૃત ડેટા પર પ્રાથમિકતા આપી શકાય નહીં.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સામુદાયિક સંક્રમણ સ્તરે પહોંચી ગયો હોવાના અહેવાલોનું ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ખંડન કર્યું છે. IMAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવું કોઈ નિવેદન આપ્યું નથી. સંસ્થાએ એમ પણ કહ્યું કે આ અંગે અધિકૃત ડેટા જાહેર કરવાનું કામ સરકારી એજન્સીઓનું છે. તેમનું નહીં. IMAના જણાવ્યાં મુજબ ક્રાઉડ સોર્સિંગ ડેટા એક નાની વસ્તુ છે, તેને સરકારના અધિકૃત ડેટા પર પ્રાથમિકતા આપી શકાય નહીં.
Covaxin: દિલ્હી AIIMSમાં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો
IMAના અધ્યક્ષ ડોક્ટર રાજન શર્મા અને મહાસચિવ ડોક્ટર આર વી અશોકને નિવેદન બહાર પાડીને કહ્યું કે સંસ્થાએ કોરોનાના સામુદાયિક સ્તર પર પહોંચવા અંગેનું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. આ વૈશ્વિક મહામારીની યોગ્ય સ્થિતિની જાણકારી મેળવવાનું કામ સરકારનું છે. જો કોઈ વ્યક્તિ આ અંગે અનુમાન કરે છે તો તેને તેનો અંગત વિચાર જ ગણવો જોઈએ. તેમના તરફથી ભેગા કરાયેલા ક્રાઉડ સોર્સિંગ ડેટા કોઈ પણ સ્થિતિમાં સરકારી આંકડાની જગ્યા લઈ શકે નહીં.
IMAએ કહ્યું કે સરકારી ડેટાથી સ્પષ્ટ જાહેર થાય છે કે હાલ મોટા શહેર જ કોરોના ક્લસ્ટર બનેલા છે અને ગ્રામીણ વિસ્તારો હજુ પણ મહામારીથી અછૂતા છે. આવામાં સંસ્થાને પૂરેપૂરી આશા છે કે સરકારી સ્વાસ્થ્ય સેવા અને મેડિકલ સ્ટાફ સ્થિતિને કાબુમાં લઈ લેશે.
દેશમાં ફૂટ્યો 'કોરોના બોમ્બ', છેલ્લા 24 કલાકમાં 40 હજાર કરતા વધુ દર્દીઓ, કુલ કેસ 11 લાખને પાર
અત્રે જણાવવાનું કે આઈએમએ હોસ્પિટલ બોર્ડના ચેરમેન ડોક્ટર વી.કે મોંગાએ બે દિવસ પહેલા જ એવું નિવેદન આપીને ચોંકાવી દીધા હતાં કે દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે રોજના 30 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. નાના કસ્બાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ફેલાશે તો સ્થિતિ નિયંત્રણમાં કરવી મુશ્કેલ બનશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે અમે તેને દિલ્હીમાં રોકવા માટે સક્ષમ હતાં. પરંતુ તે મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોના આંતરિયાળ વિસ્તારો અને ગામડાઓમાં કેવી રીતે શક્ય બનશે. જ્યાં નવા હોટસ્પોટ બની શકે છે. રાજ્ય સરકારોએ તેના પર ધ્યાન આપવા અને રોકવા માટે કેન્દ્ર પાસે મદદ માંગવી જોઈએ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube