નવી દિલ્હી: ઇન્ડીયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) એ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus) ની બીજી વેવ (Second Wave) માં 719 ડોક્ટર્સના મોત થયા છે. બિહાર (Bihar) માં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. બિહારમાં 111 ડોક્ટર્સના મોત વાયરસના લીધે થયા છે. આ મામલે બીજા નંબર પર દિલ્હી (Delhi) છે. દિલ્હીમાં 109 ડોક્ટર્સના મોત કોરોના વાયરસના લીધે થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂપી, બંગાળ અને રાજસ્થાનમાં આવી છે સ્થિતિ
કોરોના વાયરસના લીધે ડોક્ટર્સના મોતના મામલે ઉત્તર ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર રહ્યા. ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટર્સ, પશ્વિમ બંગાળમાં 63 ડોક્ટર્સ અને રાજસ્થાનમાં 43 ડોક્ટર્સના કોરોનાના લીધે મોત થયા. 

દિલ્હીમાં સામાન્ય કરતાં 12 દિવસ પહેલાં આવશે મોનસૂન, આ તારીખે કરશે એન્ટ્રી


ફેમિલી મેનની સિઝન 2ની સફળતા બાદ હવે સિઝન 3માં થશે આવું, જાણો શું હશે ખાસ


જાણી લો કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,93,59,155 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2,79,11,384 સંક્રમિત કોવિડ 19થી રિકવર થયા છે. દેશભરમાં અત્યાર સુધી વાયરસના લીધે 3,67,081 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યારે 10,80,690 એક્ટિવ કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube