IMD Monsoon second prediction 2023: વિધિવત રીતે ચોમાસુ શરૂ થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન ખાતા એટલે કે IMD એ ચોમાસાને લઈને પોતાનું બીજુ પૂર્વાનુમાન બહાર પાડ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળમાં 4 જૂનના રોજ ચોમાસું દસ્તક આપશે. જ્યારે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ચોમાસા માટે હવામાન બિલકુલ અનુકૂળ છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં સારા વરસાદની આગાહી પણ કરાઈ છે. આ વર્ષે સમગ્ર ચોમાસા સીઝનમાં સરેરાશ 96%-104% વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રી મોન્સૂન વરસાદ
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધવાની સારી સ્થિતિ જોવા મળી રહી છે. મે મહિનાની વાત કરીએ તો ઉત્તર પૂર્વ રાજ્યોમાં સામાન્યથી વધુ તાપમાન રહ્યું છે. આમ છતાં દેશના મોટાભાગના હિસ્સાઓમાં પ્રી મોન્સૂનનો સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત  કરાઈ છે. IMD રે મુજબ પ્રી મોન્સૂન સીઝનમાં આ વર્ષે હીટ વેવની અસર ગત વર્ષોની સરખામણીમાં ખુબ ઓછી રહી છે. 


લો બોલો! આ ફૂડ ઓફિસરે પોતાના મોંઘાદાટ મોબાઈલ માટે લાખો લીટર પાણી વેડફી નાખ્યું


ઈકોનોમીથી લઈ મોંઘવારી-શિક્ષણ... 9 વર્ષમાં શું બદલાયું? ઐતિહાસિક નિર્ણયો વિશે પણ જાણો


સનાતન ધર્મના મુખ્ય ચાર મઠ કયા? શું છે તેના વૈદિક સંબંધોનો ઈતિહાસ? જરૂર જાણો આ વાત


જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ પડે તેવી આશંકા
IMD ના જણાવ્યાં મુજબ જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. જો કે આ દરમિયાન સામાન્યનો 96 ટકા વરસાદ પડે તેવું અનુમાન છે. ચોમાસુ સમગ્ર દેશને સપ્ટેમ્બર સુધીમાં ગુલઝાર કરે તેવી આગાહી છે. 


ચોમાસાની ટાઈમ લાઈન
દેશમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. સામાન્ય રીતે અહીં ચોમાસું 25 મેથી 1 જૂન સુધીમાં પહોંચે છે. મોડું થાય તો 4-6 દિવસનું અંતર હોઈ શકે છે. ત્યારબાદ આગળ ચોમાસું તમિલનાડું, બંગાળની ખાડી, કોંકણમાં 15 જૂન સુધીમાં સક્રિય થઈ જાય છે. ત્યારબાદ આગળ તે કર્ણાટક બાદ ગુજરાત થઈને પશ્ચિમી બેલ્ટ પર પહોંચે છે. 


અલ નીનોનું જોખમ
2023માં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. આ વર્ષે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્યનો 92 ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચોમાસા દરમિયાન અલગ નીનોની શક્યતા વધુ છે. વર્ષ 2024ના અંત સુધીમાં અલ નીનોનું જોખમ બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube