IMD Forecast Today: ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે બની જશો કરોડપતિ: તમારી સૌથી મોટી ઈચ્છા થઈ જશે પૂરી, બસ કરી લો આ નાનું કામ
SBI Offer: 5,000 રૂપિયા દર મહિને જમા કરો અને મેળવો 3,54,957 રૂપિયા


સૌથી પહેલા વાત કરીએ રાજધાની દિલ્હીની. સોમવારે દિલ્હીમાં આખો દિવસ ભેજયુક્ત અને હળવો વરસાદ પડ્યો હતો. તે જ સમયે, મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. દિલ્હીમાં વર્ષની શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાયાના એક દિવસ પછી, હવાની ગુણવત્તા બગડી અને સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી.


Work Visa નથી તો એપ્લાય કરો આ Job Seeker Visa, 9 મહિના સુધી નો ટેન્શન
હવે શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીથી ડરી દુનિયા


મંગળવારે દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે. સફદરજંગ વેધશાળામાં ઝરમર વરસાદ નોંધાયો હતો જ્યારે પાલમ વેધશાળામાં એક મીમી વરસાદ નોંધાયો હતો. ભેજનું પ્રમાણ 68 ટકાથી 97 ટકા વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 12 થી 14 સપ્ટેમ્બર સુધી AQI સંતોષકારક શ્રેણીમાં રહેવાની સંભાવના છે.


Canada Super Visa: માતાપિતા કે દાદા દાદીને લઈ જવા માટે સૌથી ઉત્તમ,જાણો A TO Z માહિતી
New Rules: તમારી પાસે છે 10, 20, 50, 100, 200 કે 500 ની નોટ તો જાણી લો RBI નો આ નિયમ


રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ અને ઠંડા પવન બાદ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અનુસાર, રવિવારે દિલ્હીમાં 24 કલાકનો AQI 45 નોંધાયો હતો, જે સારી શ્રેણીમાં હતો.

ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદનો કહેર
ઉત્તરાખંડમાં ફરી ચોમાસાનો વરસાદ જારી રહ્યો છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલી, અલ્મોડા, ઉત્તરકાશી, હરિદ્વાર અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની સંભાવના છે. જેના કારણે આ જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદની સંભાવના છે, જેના માટે હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


19 ફ્લોપ ફિલ્મો આપવા છતાં બોલિવૂડની છે સૌથી સફળ અભિનેત્રી: 4000 કરોડની કરી છે કમાણી
10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની છે આ 5 Automatic SUV, લિસ્ટમાં છે આ પોપ્યુલર ગાડી પણ સામેલ


હવામાન કેન્દ્રના નિયામક ડૉ.વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર ચોમાસાની ગતિવિધિઓ તેજ બની છે. તેમણે કહ્યું કે આ અઠવાડિયે રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. એડવાઈઝરી અનુસાર, આગામી 72 કલાક સુધી સતત વરસાદને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ ભૂસ્ખલનની શક્યતા છે. 

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે. નદી કિનારે રહેતા લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ સપ્તાહે ચોમાસાની ગતિવિધિ તીવ્ર રહેશે. હાલમાં ચોમાસાની વિદાયનો સામાન્ય સમય સપ્ટેમ્બરના અંત સુધીમાં જ થવાની ધારણા છે.


મોંઘા ફોન્સની હાલત ખરાબ કરવા આવી રહ્યો છે iQOOનો ધાકડ Smartphone, Leak થઇ ગયા ફીચર્સ
આજથી 5 દિવસ સુધી બજાર કરતાં સસ્તુ સોનું ખરીદવાની તક, આ રીતે મળશે ડિસ્કાઉન્ટનો લાભ


યૂપીમાં વરસાદે લીધો 11 નો જીવ
યૂપીમાં ગત 24 કલાક દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં દિવસભર માટે બંધ કરવામાં આવી. રાહત કમિશનરની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને ડૂબવા સંબંધિત ઘટનાઓમાં હરદોઈમાં ચાર, કન્નૌજમાં બે અને દેવરિયા, કાનપુર શહેર, રામપુર, સંભલ અને ઉન્નાવમાં એક-એક લોકોના મોત થયા છે.


Shravan: છેલ્લા સોમવારે ઘરેબેઠાં કરો 12 જ્યોતિર્લિંગના દર્શન, દરેકની છે અલગ દંતકથા
ગજકેસરી યોગ પણ નહી બચાવી શકે આ રાશિઓને, રાહુ-કેતુ કરાવશે મોટી નુકસાન
જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લાઓ મુરાદાબાદ, સંભલ, કન્નૌજ, રામપુર, હાથરસ, બારાબંકી, કાસગંજ, બિજનૌર, અમરોહા, બહરાઈચ, લખનૌ, બદાઉન, મૈનપુરી, હરદોઈ, ફિરોઝાબાદ, બરેલી, શાહજહાંપુર, કાનપુર, સીતાપુર. ફરુખાબાદ, લખીમપુર ખેરી અને ફતેહપુરમાં 40 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 17મી સુધી હળવો વરસાદ ચાલુ રહેશે. અધિકારીએ જણાવ્યું કે 17મી સુધી રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ અને ઝાપટાં પડવાની શક્યતા છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી વીજળી પડવાને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે બારાબંકીમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ છે. અધિકારીઓના આદેશ પર શાળાઓ બંધ છે.


ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube