Nostradamus Prediction 2023: હવે શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીથી ડરી દુનિયા

Prediction Of Nostradamus: ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસની તમામ આગાહીઓ પહેલાથી જ સાચી સાબિત થઈ છે. પરંતુ, 2023 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીએ લોકોને ડરાવી દીધા છે. જાણી લો કે ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ તેમના પુસ્તક Les Propheties માં લખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસે યુદ્ધથી લઈને ખગોળીય ઘટનાઓ અને અર્થવ્યવસ્થા સુધીની દરેક બાબતો પર ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસે તેના જીવનમાં હજારો ભવિષ્યવાણીઓ કરી હતી. નાસ્ત્રેદમસે તો દાવો કર્યો હતો કે ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે થશે અને વિશ્વનો અંત ક્યારે આવશે. ચાલો જાણીએ 2023 માટે નાસ્ત્રેદમસની આગાહીઓ વિશે.

1/5
image

નાસ્ત્રેદમસની આગાહી મુજબ, વિશ્વને 2023 માં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. કેટલાક દેશો આના કારણે ખૂબ પરેશાન થઈ શકે છે. આગાહીઓ અનુસાર, આર્થિક સંકટને કારણે બેરોજગારી ખૂબ વધશે. લાખો લોકો તેમની નોકરી પણ ગુમાવશે.

2/5
image

ત્રીજા વિશ્વયુદ્ધને લઈને નાસ્ત્રેદમસ પહેલા જ ભવિષ્યવાણી કરી ચુક્યા છે. તમને ખબર હશે કે યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ તાઇવાન અને ચીન વચ્ચે પણ ટેંશન છે. આ બંને મુદ્દાઓ પર દુનિયાભરના મોટાભાગના દેશ વહેંચાયેલા છે. જોકે આ બધુ દુનિયાની ત્રીજી જંગનું કારણ બનશે કે નહી તે જોવાનું રહ્યું. 

3/5
image

ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ પ્રમાણે કોઇ શાહી ભવન પર આકાશીય આગ પડશે. નાસ્ત્રેદમસે એ પણ ભવિષ્યવાણી કરી હતી કે નવી સભ્યતાનો ઉદય થશે. પરંતુ ઘણા લોકો એવા છે કે જે દુનિયાના ખાત્મા સાથે જોડે છે. પરંતુ હજુ સુધી સાચી વ્યાખ્યા કરવામાં કોઇપણ સફળ થયું નથી. લોકોના તેના પર અલગ અલગ મંતવ્યો છે. 

4/5
image

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે પોપ પણ બદલાય જશે. નાસ્ત્રેદમસ અનુસાર પોપ ફ્રાન્સિંગનું સ્થાન કોઈ અન્ય લેશે. નાસ્ત્રેદમસે આ પોપ ફ્રાન્સિસને છેલ્લા સાચા પોપ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યા છે. 

5/5
image

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે પોપ પણ બદલાય જશે. નાસ્ત્રેદમસ અનુસાર પોપ ફ્રાન્સિંગનું સ્થાન કોઈ અન્ય લેશે. નાસ્ત્રેદમસે આ પોપ ફ્રાન્સિસને છેલ્લા સાચા પોપ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યા છે.