Impact of Cyclone Yaas: લેન્ડફોલની સાથે જ તબાહી મચાવવા લાગ્યું `યાસ`, વાવાઝોડાના તાંડવના જુઓ Video
વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. લેન્ડફોલની સાથે જ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળવા લાગ્યો છે.
કોલકાતા: વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. લેન્ડફોલની સાથે જ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળવા લાગ્યો છે.
ઓડિશા-બંગાળમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદનું જોર
ચક્રવાત યાસ ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. જેના કારણે ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને બંને રાજ્યો માટે 'રેડ કોડેડ' ચેતવણી બહાર પાડવામાં આવી છે.
Covid 19 ની સારવારમાં 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા, ટ્રાયલને મળી મંજૂરી
બંગાળમાં 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યા છે. જ્યારે રિલિફ કેમ્પ સુધી સતત લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. ભદ્રકમાં એનડીઆરએફએ મોરચો સંભાળેલો છે અને લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. ઓડિશાની જેમ બંગાળમાં પણ લોકોને રિલિફ કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. દોઢ લાખ લોકો તો પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube