દેશનાં 80 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નહી: સ્વાસ્થ મંત્રાલય
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના દર્દીઓની સંખ્યા 23 હજારના આંકડાને પાર કરીને 23077 પહોંચી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 491 દર્દીઓ સારા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 718 લોકોનાં જીવ ગયા છે. અત્યાર સુધી 491 લોકો રિકવર થઇ ચુક્યા છે. સ્વાસ્થયમંત્રાલય (Health Ministry) ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના દર્દીઓની સંખ્યા 23 હજારના આંકડાને પાર કરીને 23077 પહોંચી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 491 દર્દીઓ સારા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 718 લોકોનાં જીવ ગયા છે. અત્યાર સુધી 491 લોકો રિકવર થઇ ચુક્યા છે. સ્વાસ્થયમંત્રાલય (Health Ministry) ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી.
સરળ શબ્દોમાં જાણો ઈ-ગ્રામ સ્વરાજ એપ અને સ્વામિત્વ યોજના વિશે, કઈ રીતે થશે ફાયદા
અગ્રવાલે કહ્યું કે, એવા જિલ્લાની સંખ્યા સતત વધી રહી છે જેમાં 14 દિવસથી કોઇ નવો કિસ્સો સામે નથી આવ્યો. દેશનાં 80 જિલ્લાઓમાં 14 દિવસથી કોઇ કેસ આવ્યો જ નથી. મહત્વનું છે કે આ જિલ્લાઓમાં હવે નવા કેસ ન આવે તે જરૂરી છે. કોરોનાથી રિકવર થનારા દર્દીઓનો દર 20.5 પહોંચી ચુક્યો છે.
સરળ શબ્દોમાં જાણો ઈ-ગ્રામ સ્વરાજ એપ અને સ્વામિત્વ યોજના વિશે, કઈ રીતે થશે ફાયદા
ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજ્ય સરકારનો અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનનાં યોગ્ય દિશા નિર્દેશની માહિતી લોકો સુધી પહોંચાડે. તેમણે કહ્યું કે, આજે ગૃહ મંત્રાલયે 4 ઇન્ટર મિનિસ્ટ્રિયલ ટીમની રચના કરી છે. 6 ટીમો પહેલાથી જ છે જેમાં 2 ટીમોનાં ફીડબેક આવ્યા છે.
સરપંચો સાથે ચર્ચા, PM મોદીએ કહ્યું-કોરોના સંકટે આપણને આત્મનિર્ભર બનવાનો સંકેત આપ્યો
ઇન્દોરમાં 171 કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાંથી 20ની સ્થિતી ચિંતાજનક છે. ટીમને સંસોધનમાં સામે આવ્યું કે, પીપીઇ કિટ્સ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. મુંબઇમાં જે ટીમ ગઇ હતી, તેમાં સ્લમ એરિયાની મુલાકાત લીધી હતી. મુંબઇના ધારાવીમાં જાહેર શૌચાલયમાં સંક્રમણનો ખતરનો વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube