સરળ શબ્દોમાં જાણો ઈ-ગ્રામ સ્વરાજ એપ અને સ્વામિત્વ યોજના વિશે, કઈ રીતે થશે ફાયદા

આજે પંચાયતીરાજ દિવસના અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરી. આવો જાણીએ કે ગ્રામવાસીઓને તેના શું ફાયદા થશે. 
સરળ શબ્દોમાં જાણો ઈ-ગ્રામ સ્વરાજ એપ અને સ્વામિત્વ યોજના વિશે, કઈ રીતે થશે ફાયદા

નવી દિલ્હી: આજે પંચાયતીરાજ દિવસના અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરી. આવો જાણીએ કે ગ્રામવાસીઓને તેના શું ફાયદા થશે. 

ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ
- ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઈ-ગ્રામ સ્વરાજ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ભારતના ગ્રામીણ વિસ્તારો સંલગ્ન તમામ જાણકારીઓ એક સાથે મળશે. 
- અહીં ગ્રામ પંચાયતોની પ્રોફાઈલ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે પ્લાનિંગ, બજેટ અને તેમના એકાઉન્ટિંગ સહિતનું આધુનિક ડેશબોર્ડ મળશે. 
- ગ્રામ પંચાયતની વિકાસ યોજના માટે આ એક સિંગલ પ્લેટફોર્મ હશે.
- તેના દ્વારા ગામડાઓ માટે વિકાસ યોજના તૈયાર કરવી અને લાગુ કરવી સરળ રહેશે.

સ્વામિત્વ યોજના
- સ્વામિત્વ યોજના ગામડાઓમાં સંપત્તિ વિવાદ ખતમ કરવા માટેનો એક પ્રયત્ન છે.
- આ યોજના હેઠળ દેશના તમામ ગામોમાં ડ્રોનના માધ્યમથી ગામની દરેક સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે. 
- ત્યારબાદ ગામડાના લોકોને તે સંપત્તિનો માલિકી હકનું પ્રમાણપત્ર આપવામાં આવશે. 
- જેના દ્વારા નાગરિકો શહેરની જેમ જ ગામડામાં પણ લોન લઈ શકે છે. 
- હાલ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાની પ્રાથમિક રીતે શરૂઆત કરવામાં આવી રહી છે. 

ગ્રામીણ ભારતને જાણો
- દેશમાં કુલ 6 લાખ 40 હજાર 867 ગામડાઓ
- દેશમાં કુલ ગ્રામ પંચાયતો - લગભગ અઢી લાખ
- ગામડાની વસ્તી- 83 કરોડ 30 લાખ 87 હજાર 662
- કુલ વસ્તીમાં ગામડાનો હિસ્સો- 68.84%
- મહિલાઓ-પુરુષો જાતિ ગુણોત્તર- 947:1000
- સાક્ષરતા- 69%
- મહિલા સાક્ષરતાનું પ્રમાણ- 58.75%
- જનસંખ્યા વૃદ્ધિ દર- 12.2%
- સૌથી વધુ ગ્રામીણ વસ્તીવાળા 3 રાજ્યો- ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news