બેંગલુરુ: કર્ણાટક એસીબીએ કલબુર્ગીમાં PWD જુનિયર એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યા અને લાખો રૂપિયા રિકવર કર્યા છે. જુનિયર ઈજનેરે તેના ઘરની ડ્રેનેજ પાઈપમાં લાખો રૂપિયા સંતાડી દીધા હતા. મહેશ મેઘનવાર, (એસપી, નોર્થ ઈસ્ટર્ન રેન્જ, એસીબી)એ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન કુલ રૂ. 54 લાખ રોકડા મળી આવ્યા હતા, જેમાંથી રૂ. 13 લાખ ડ્રેનેજ પાઇપમાંથી મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે કર્ણાટકના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ જાણીતા સ્ત્રોતોમાંથી અપ્રમાણસર આવકના મામલામાં મોટી કાર્યવાહી કરતા બુધવારે રાજ્યમાં લગભગ 60 સરકારી અધિકારીઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. એસીબીના લગભગ 400 અધિકારીઓએ બેંગલુરુ, મેંગલુરુ, મંડાયા અને બેલ્લારીમાં વિવિધ વિભાગોના 15 અધિકારીઓના સ્થળોની શોધખોળ કરી હતી.


ભારતમાં ડિસેમ્બર સુધી લોન્ચ થઈ શકે છે સ્પુતનિક લાઇટ વેક્સીન, ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ છે 70 ટકા અસરકારક


એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મિલકતના કાગળો, મોટા જથ્થામાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને રોકાણના કાગળો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે ગડગ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ડાયરેક્ટર ટીએસ રૂદ્રેશપ્પાના ઘરેથી સાત કિલો સોનું અને 15 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube