રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, બેનામી સંપત્તિના મામલામાં પૂછપરછ
આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ બેનામી સંપત્તિ કેસમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારી પૂછપરછ કરી રહ્યા છે. આ મામલામાં આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
રોબર્ટ વાડ્રા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ છે અને તેમના લગ્ન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે થયા છે. જાણવા મળી રહ્યું છે કે રોબર્ટ વાડ્રા કોરોના મહામારીને કારણે આવકવેરા વિભાગની તપાસમાં સામેલ થયા નહીં. આવકવેરા વિભાગ સિવાય રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ઈડી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube