રાષ્ટ્રપતિનો ચીનને સંદેશ, અશાંતિ ઉભી કરનારને જડબાતોડ જવાબ આપીશું: રામનાથ કોવિંદ
4મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કોરોના વાયરસથી લઇને પડોશી દેશોના દુસ્સાહસ અને શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યના શરૂ થવાને લઇને વિભિન્ન મુદ્દાઓ પર રાષ્ટ્રની પ્રગતિ વિશે જણાવ્યું.
નવી દિલ્હી: 74મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કોરોના વાયરસથી લઇને પડોશી દેશોના દુસ્સાહસ અને શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યના શરૂ થવાને લઇને વિભિન્ન મુદ્દાઓ પર રાષ્ટ્રની પ્રગતિ વિશે જણાવ્યું. આ અવસર પર જે તેમણે મહત્વપૂર્ણ વાતો કહી. તેના પર એક નજર...
-સ્વાધીનતાના ગૌરવને મહસૂસ કરવાનો દિવસ છે. સ્વાધીન ભારતના પાયા પર જ આધુનિક ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. સૌભાગ્યશાળી છું કે મહાત્મા ગાંધી આપણા માર્ગ દર્શક હતા.
- સમાનતા આપણા ગણતંત્રનો મૂળ મંત્ર છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર ધૂમધામ નહી હોય, કારણ કે કોરોનાએ વિશ્વને નુકસાન પહોંચાડ્યું છે.
- સમયાંતરે યોગ્ય ભર્યા. રાજ્ય સરકારોએ સ્થાનિક પરિસ્થિતિ અનુસાર કામ કર્યું અને લોકોના જીવનની રક્ષા કરવામાં પ્રભાવી સાબિત થઇ.
- કોરોનાના યોદ્ધાઓએ દિવસ રાત કામ કર્યું. દુર્ભાગ્યવશ કોરોના સામે લડતાં કોરોના યોદ્ધાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. રાષ્ટ્ર તે તમામ ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓનો ઋણી છે જે કોરોના વાયરસ વિરૂદ્ધ આ લડાઇમાં પ્રથમ હરૉળના યોદ્ધા રહ્યા છે.
- પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન તૂફાનનો સામનો કરવો પડ્યો. પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો સામનો કરવો પડ્યો.
- 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના'ની શરૂઆત કરીને સરકારે કરોડો લોકોને આજીવિકા આપી છે. જેથી મહામારીના કારણે નોકરી ગુમાવવા, એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ જવનાર તથા જીવનના અસ્ત-વ્યસ્ત થવાની મુશ્કેલીને ઓછી કરી શકાય.
- આ મમહામારીનો સૌથી વધુ માર ગરીબો અને દરરોજ મજૂરી કામ કરનારાઓ પર જોવા મળી. સંકટના આ દૌરમાં તેમને સહારો આપવા માટે, વાયરસની સારવારના પ્રયત્નોની સાથે-સાથે અનેક જન-કલ્યાણ પગલાં ભરવામાં આવ્યા છે.
- 80 કરોડ લોકોને રાશન આપ્યું. ONE NATION ONE RATION CARD તમામ રાજ્યોમાં લાવવામાં આવી રહ્યું છે.
- ભારતીય રેલ દ્વારા આ પડકારપૂર્ણ સમયમાં ટ્રેન સેવાઓ દોડાવી, વસ્તુઓ તથા લોકોની અવરજવર સંભવ કરવામાં આવી છે.
- સીમાઓની રક્ષા કરતાં આપણાઅ બહાદુર જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. ભારત માતાના તે સપૂત, રાષ્ટ્ર ગૌરવ માટે જીવ્યા અને તેના માટે મરી ગયા. આખો દેશ ગલવાન ઘાટીના બલિદાનીઓને નમન કરે છે. દરેક ભારતવાસીના હદયમાં તેમના પરિવારના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ છે.
- આજે જ્યારે વિશ્વ સમુદાયના સમક્ષ આવેલા સૌથી મોટા પડકારો સામે એકજુટ થઇને સંઘર્ષ કરવાની જરૂર છે, ત્યારે પડોશીઓએ પોતાની વિસ્તારવાદી ગતિવિધિઓને ચાલાકીથી અંજામ આપવાનું દુસ્સાહસ કર્યું.
- વર્ષ 2020માં આપણે બધાને ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. એક અદ્વશ્ય વાયરસે આ ભ્રમ તોડી દીધો છે કે પ્રકૃતિ મનુષ્યના આધીન છે.
- કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. ખેડૂત કોઇપણ મુશ્કેલી વિના દેશમાં ગમે ત્યાં, પોતાની ઉપજ વેચીને તેનું અધિકતમ મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. ખેડૂતોને નિયામક પ્રતિબંધોથી મુક્ત કરવા માટે 'આવશ્યકતા વસ્તુ અધિનિયમ'માં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.
- 21મી સદીને તે સદીના રૂપમાં યાદ કરવી જોઇએ જ્યારે માનવતાએ મતભેદોને નજરાંદાજ કરીને ધરતી માતાની રક્ષા માટે એકજુટ પ્રયત્ન કર્યા.
- સાર્વજનિક હોપ્સિટલો અને પ્રયોગશાળાઓને કોવિડ-19નો સામનો કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓના કારણે ગરીબો માટે આ મહામારીનો સામનો કરવાના સંભવ પ્રયત્ન થઇ શક્યા છે. એટલા માટે આ સાર્વજનિક સ્વાસ્થ્ય-સુવિધાઓને અને વધુ વિસ્તૃત તથા સુદ્રઢ બનાવવાની હશે.
- ચોથા પાઠ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધિત છે. આ વૈશ્વિક મહામારીથી વિજ્ઞાન અને ટેક્નોલોજીને ઝડપથી વિકસિત કરવાની જરૂરિયાત પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. લોકડાઉન અને ત્યારબા ક્રમશ: અનલોકની પ્રક્રિયા દરમિયાન શાસન, શિક્ષા, વ્યવસાય, કાર્યાલયના કામકાજ અને સામાજિક સંપર્કના પ્રભાવી માધ્યમના રૂપમાં સૂચના અને ટેક્નોલોજીને અપનાવવામાં આવી છે.
- મને વિશ્વાસ છે કે આપણા દેશ અને યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube