નવી દિલ્હી: લદાખ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહે આજે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન પર વાત કરી શકે છે. પરંતુ જ્યારે જવાનો ચીનનો સામનો કરી રહ્યાં હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહને રાહુલ ગાંધીના સરન્ડર મોદીવાળા નિવેદન પર સવાલ પૂછાયો હતો. જેના પર શાહે કહ્યું કે 'સંસદ ચાલુ થવાની છે. ચર્ચા કરવી હોય તો આવો, કરીશું. કોઈ ચર્ચાથી ડરતું નથી. 1962થી અત્યાર સુધીની સ્થિતિ પર આમને સામને ચર્ચા થઈ જાય. પરંતુ જ્યારે દેશના જવાનો સંઘર્ષ કરી રહ્યાં હોય, સરકાર સ્ટેન્ડ લઈને નક્કર પગલાં લઈ રહી હોય ત્યારે તે સમયે એવા નિવેદનો ન આપવા જોઈએ જેનાથી પાકિસ્તાન કે ચીનને ખુશી થાય.'


રાહુલ ગાંધી પર લગાવ્યો આ આરોપ
અમિત શાહે વધુમાં કહ્યું કે સરકાર ભારત વિરોધી પ્રોપગેન્ડા સામે લડવામાં સક્ષમ છે પરંતુ એ જોઈને દુ:ખ થાય છે કે આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું 'છીછરું' રાજકારણે ખેલે છે. સરન્ડર મોદીવાળી ટ્વીટનો આગળ ઉલ્લેખ કરતા શાહે  કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આ અંગે બોલતા વિચારવું જોઈએ. તે્મની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ બનાવીને ઉપયોગ કરી  રહ્યાં હતાં. કોંગ્રેસે એ અંગે વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાનો હેશટેગ ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે. તે પણ આવા સંકટ સમયે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube