નવી દિલ્હી: લદાખમાં (Ladakh)  ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીન (China) ના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી છે. ચીનના સૈનિકો પીએલએ પીપી 14થી ટેન્ટ હટાવતા જોવા મળ્યાં. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરામાં પાછા જતા જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠકો થઈ ચૂકી છે. લદાખમાં તણાવ ન ઘટતા નરેન્દ્ર મોદીએ NSA અજીત ડોભાલને પણ મોરચે લગાવી દીધા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ હજુ એ સ્પષ્ટ નથી થયું કે ચીનના સૈનિકો કેટલા કિલોમીટર સુધી પાછળ હટ્યા છે. પણ જાણકારો ચીનના આ પગલાંને તણાવ ઘટાડવા તરફનું પહેલું પગલું માની રહ્યાં છે. અત્રે જણાવવાનું કે 15 જૂનના રોજ મોડી રાતે જવાનો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. જ્યારે ચીનના પણ 40થી વધુ જવાનો મર્યા હતાં


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube