લદ્દાખનું નામ લઈ ચીનનો નવો પેંતરો, ભારતે કહ્યું- અમે નથી માનતા 1959ની તે LAC
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષ 2003 સુધી એલએસીને સ્પષ્ટ કરવા અને પુષ્ટિ કરવાની કવાયતમાં લાગ્યા હતા, પરંતુ તે પ્રક્રિયા આગળ ન વધી શકી કારણ કે ચીને ઈચ્છા વ્યક્ત ન કરી.
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી. ચીની વિદેશ મંત્રાલય અનુસાર ભારતે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના ગેરકાયદેસર રીતે કરી છે. ભારતે ચીનની આ હરકત પર આક્રમક વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારત-ચીન સરહદ ક્ષેત્રોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સ્થિતિ પર એક ચીની વિદેશ મંત્રાલયના નિવેદનના હવાલાથી રિપોર્ટ જોયો છે. ભારતે કથાકથિત એકતરફી પરિભાષિત 1959 LACનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, 1993ના એલએસીની સાથે શાંતિ અને જાળવણી અંગે કરાર, 1996મા સૈન્ય ક્ષેત્રમાં વિશ્વાસ નિર્માણ ઉપાયો (સીબીએમ) પર સમજુતી, સીબીએમના અમલીકરણ પર પ્રોટોકોલ સહિત વિભિન્ન દ્વિપક્ષીય સમજુતી હેઠળ 2005 ભારત-ચીન સરહદ પ્રશ્ન નિવારણ માટે રાજકીય પેરામીટર અને માર્ગદર્શક સિદ્ધાંત પર સમજુતી, ભારત અને ચીન બંન્નેએ એલએસીની ગોઠવણીની એક સામાન્ય સમજ સુધી પહોંચવા માટે એલએસીના સ્પષ્ટીકરણ અને પુષ્ટિ માટે પ્રતિબદ્ધ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષ 2003 સુધી એલએસીને સ્પષ્ટ કરવા અને પુષ્ટિ કરવાની કવાયતમાં લાગ્યા હતા, પરંતુ તે પ્રક્રિયા આગળ ન વધી શકી કારણ કે ચીને ઈચ્છા વ્યક્ત ન કરી. તેથી હવે ચીન તે વાત પર અડીગ છે કે માત્ર એલએસી તેના દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓની વિપરીત છે. ભારતે કહ્યું કે, અમે આશા કરીએ છીએ કે ચીની પક્ષ સંપૂર્ણ ઈમાનદારી અને વિશ્વાસપૂર્વક સમજુતી અને સમજનું પાલન કરશે અને એલએસીની એકતરફી વ્યાખ્યાને આગળ વધારવાથી ચીને બચવું જોઈએ.
Coronavirus: દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
મહત્વનું છે કે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ કે, ભારતે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના ગેરકાયદેસર રીતે કરી છે. તે ત્યાં રોકાયા નહીં. તેમણે આગળ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલને લઈને અમારી સ્થિતિ ખુબ સ્પષ્ટ છે. અમે 7 નવેમ્બર 1959ના બનાવવામાં આવેલી સરહદને એલએસી માન્યે છીએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube