Coronavirus: દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરોઃ સ્વાસ્થ્ય મંત્રાલય


ડીજી આઈસીએમઆર બલરામ ભાર્ગવે જણાવ્યુ કે, બીજા સીરો સર્વે અનુસાર, ઓગસ્ટ 2020 સુધી 10 વર્ષથી વધુની ઉંમરનો દરેક 15મો વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યો છે. રાજ્ય સરકારને અપીલ છે કે આગામી તહેવારો, ઠંડીની સીઝનને જોતા વિશેષ સાવધાની રાખે.
 

Coronavirus: દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં કોરોના વાયરસથી 51 લાખ કરતા વધુ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 7 કરોડ 30 લાખ ટેસ્ટ થયા છે. પાછલા સપ્તાહે 77.8 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. સીરો સર્વેથી જાણવા મળ્યું છે કે દેશની મોટી જનસંખ્યા પર હજુ કોરોનાનો ખતરો છે. પ્રતિ 10 લાખની વસ્તીમાં ભારતમાં 4453 કોરોનાના કેસ છે. નવા કેસમાં ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીપર 425 કેસ છે. કોરોનાને કારણે પ્રતિ 10 લાખની વસ્તીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરમાં 2 કરોડ 97 લાખ ટેસ્ટ થયા છે. ઓગસ્ટમાં આ આંકડો 2 કરોડ 39 લાખ હતો. 

— ANI (@ANI) September 29, 2020

— ANI (@ANI) September 29, 2020

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કોરોનાના કુલ કેસમાં 15.4 એક્ટિવ કેસ છે, જ્યારે રિકવરી રેટ 83 ટકા છે. આીસીએમઆરના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે. પહેલો સીરો સર્વે 11 મેથી 4 જૂન વચ્ચે થયો હતો. તેને 21 રાજ્યોના 70 જિલ્લામાં કરાવવામાં આવ્યો હતો. તે સમયે 0.73 ટકા સંક્રમણ દર જોવા મળ્યો હતો. બીજો સીરો સર્વે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર વચ્ચે થયો હતો. 21 રાજ્યોના 70 જિલ્લામાં આ સર્વે થયો છે. 

— ANI (@ANI) September 29, 2020

બીજા સીરો સર્વેમાં 10 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાનો પ્રસાર 6.6 ટકા જોવા મળ્યો. શહેરી સ્લમમાં 15.6 ટકા, બિન સ્લમ વિસ્તારમાં 8.2 ટકા પ્રસાર જોવા મળ્યો. જ્યારે ગ્રામીણ સ્લમ વિસ્તારમાં 4.4 ટકા પ્રસાર જોવા મળ્યો છે. આ સીરો સર્વેથી સામે આવ્યું છે કે દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો યથાવત છે. 5 ટી (ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજી)ની નીતિ અપનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આગામી તહેવારો, ઠંડી અને સામૂહિક ભીડને જોતા રાજ્યો દ્વારા કન્ટેઈનમમેન્ટ રણનીતિને લાગૂ કરવાની જરૂરીયાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news