ભારત-ચીન સંઘર્ષ: પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- આપણે ઇતિહાસના નાજુક વળાંક પર ઉભા છીએ
પૂર્વ પીએમએ કહ્યું કે `આ યોગ્ય સમય છે જ્યારે આખા દેશે એકજુટ થવું જોઇએ અને સંગઠિત થઇને આ દુસાહસનો જવાબ આપવો જોઇએ. અમે સરકારને આગાહ કરીશું કે ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ તથા મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે.
નવી દિલ્હી: પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહે ભારત-ચીન (China) સંઘર્ષ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 15-16 જૂન 2020ના રોજ ગલવાન વૈલી, લદ્દાખમાં ભારતના 20 સાહસી જવાનોએ સર્વોચ્ચ કુરબાની આપી. આ બહાદુર સૈનિકોના સાહસ સાથે પોતાનું કર્તવ્ય નિભાવતાં આ દેશ માટે પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા. દેશના આ સપૂતોએ પોતાના અંતિમ શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી. આ સર્વોચ્ચ ત્યાગ માટે આ સાહસી સૈનિકો તથા તેમના પરિવારોના કૃતજ્ઞ છે. પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ નહી જાય.
તેમણે કહ્યું આજે આપણે ઇતિહાસના નાજુક વળાંક પર ઉભા છીએ. અમારી સરકારના નિર્ણય તથા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેધીઓ અમારું આંકલન કેવી રીતે કરે. જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના ખભા પર કર્તવ્યનું ગહન દાયિત્વ છે. આપણા પ્રજાતંત્રમાં દાયિત્વ દેશના પ્રધાનમંત્રીનું છે. પ્રધાનમંત્રીને પોતાના શબ્દો તથા જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા તથા સામરિક તથા ભૂભાગિય હિતો પર પડનાર પ્રભાવ પ્રત્યે સદૈવ સાવધાન હોવું જોઇએ.
તેમણે કહ્યું કે ચીને એપ્રિલ 2020થી માંડીને આજ સુધી ભારતીય સીમામાં ગલવાન વેલી તથા પાંગોંગ ત્સો લેકમાં અનેકવાર ઘૂસણખોરી કરી છે. ના તો આપણે તેમની ધમકી અથવા દબાણ સામે ઝૂકીશું અને ના તો આપણો ભૂભાગીય અખંડતા સાથે કોઇ સમજૂતી કરીશું. વડાપ્રધનએ પોતના નિવેદનથી તેમના ષડયંત્રકારી વલણને બળ આપવું જોઇએ તથા સુનિશ્વિત કરવું જોઇએ કે સરકારના તમા અંગ આ ખતરાનો સામનો કરવાની સ્થિતિને વધુ ગંભીર થતાં અટકાવવા માટે પરસ્પર સહમતિથી કામ કરે.
પૂર્વ પીએમએ કહ્યું કે 'આ યોગ્ય સમય છે જ્યારે આખા દેશે એકજુટ થવું જોઇએ અને સંગઠિત થઇને આ દુસાહસનો જવાબ આપવો જોઇએ. અમે સરકારને આગાહ કરીશું કે ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ તથા મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે. સહયોગીઓ દ્વારા પ્રચારિત ઝૂઠના આડંબરથી સચ્ચાઇને દબાવી ન શકાય. અમે પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છીએ કે તે સમયના પડકારોનો સામનો કરે, અને કર્નલ બી સંતોષ બાબૂ તથા આપણા સૈનિકોની કુરબાનીન પર કસોટી પર ખરા ઉતરે, જેમણે 'રાષ્ટ્રીય સુરક્ષા' તથા 'ભૂભાગીય અખંડતા' માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. તેનાથી કંઇપણ જનાદેશથી ઐતિહાસિક વિશ્વાઘાત થશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube