નવી દિલ્હી: ચીને સતત બીજા દિવસે લદાખમાં ભારતીય સીમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. 8 સપ્ટેમ્બરના ચીની સૈનિકોએ મોટરબોટ્સ પર સવાર થઇ પેંગોંગ તળાવના પશ્ચિમ વિસ્તારના રસ્તે ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સૈનિકોને જઇને પરત ફર્યા. આ અગાઉ એક દિવસ પહેલા ચુશૂલની ટેકરી પર કબજો કરવા માટે ચીનની સૈનિકો આવ્યા હતા, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને પરત ભગાડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કંગનાની ઓફિસ પર BMCની કાર્યવાહીથી શરદ પવાર નારાજ, ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત


સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 સપ્ટેમ્બરની સાંજે લગભગ 5 વાગે બે મોટરબોટ્સ પર ચીની સૈનિકોએ ફિંગર 4થી આગળ વધવાનો પ્રયાસ કર્યો, જણાવી દઇએ કે ફિંગર 4 પર ચીની સૈનિકોએ મે મહિનાથી કબજો કર્યો છે. આ બોટ્સમાં લગભગ 40 ચીની સૈનિકો હતા. ફિંગર 3 પર તેનાત ભારતીય સર્વેલન્સ પોસ્ટે આ પ્રવૃત્તિ જોઇ અને ભારતીય સૈનિકોએ એલર્ટ કર્યા. ભારતીય સૈનિકોને બોટ કાઢવાની તૈયારી કરતા જોઇ ચીની સૈનિકોએ તેમની બોટ પરત ફેરવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈનિકો તરફથી બીજી કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.


આ પણ વાંચો:- ચીનને ફરી એકવાર મોટો ઝટકો આપી રહ્યું છે ભારત, હવે PM મોદીએ કરી આ કાર્યવાહી


તેમને જણાવી દઇએ કે ચીને પેંગોંગ તળાવના પશ્ચિમ કિનાર પર 4 મેના રોજ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ભારતીય સૈનિકો સાથે અથડામણ થઇ હતી. આ અથડામણ બાદ બંને દેશ વચ્ચે 5 દાયકાનો સૌથી ગંભીર તણાવ પેદા થયો હતો. જે ચાર મહિના બાદ અત્યારે પણ ચાલી રહ્યો છે. ચીની સૈનિક ભારતીય સીમામાં ફિંગર 4 સુધી ઘુસી ગયા છે અને ભારતીય સૈનિક તેમની સામે તેનાત છે.


આ પણ વાંચો:- મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા


29 ઓગસ્ટની રાતે ભારતીય સેનાએ પેંગોંગ તળાવના પીર્વ કિનારેથી લઇને ચુશૂલ સુધી કેટલીક મહત્વપૂર્ણ ટેકરીઓ પર કબજો કર્યો, જેનાથી ચીન ગભરાયું છે. હવે આ વિસ્તારમાં ભારતીય સેના વ્યુવહાત્મક રીતે સારી સ્થિતિમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર