કંગનાની ઓફિસ પર BMCની કાર્યવાહીથી શરદ પવાર નારાજ, ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
અનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કંગના રનૌત (Kangana Ranaut)ની ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેને લઇને તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે
Trending Photos
મુંબઇ: અનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કંગના રનૌત (Kangana Ranaut)ની ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેને લઇને તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી આવાસ વર્ષા પર બંનેની બેઠક યોજાઇ હતી. બંને વચ્ચે લગભગ પોણો કલાક સુધી ચર્ચા થઇ છે. જો કે, બંનેની વચ્ચે શું વાત થઇ તેને લઇને અત્યાર સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે કંગનાના મુદ્દે અને મરાઠા આરક્ષણ પર ચર્ચા થઇ છે.
આ પહેલા શરદ પવારે નિવેદન જારી કરી કંગનાની ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઇમાં ગેરકાયદેસર બાંધકામ કોઇ નવી વાત નથી પરંતુ જે હાલાતમાં કાર્યવાહી કરવામાં આવી છે તેને લઇને લોકોના મનમાં શંકા થઇ છે. તેમણે બીએમસીની કાર્યવાહીને બીન જરૂરી ગણાવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મામલે આજે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે.
BMCની કાર્યવાહી બાદ કંગનાએ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કંગના રનૌતે ટ્વિટર પર આ વખતે ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર પર નિશાન સાધ્યું છે. તેમણે સતત બે ટ્વીટ કરી પ્રહાર કર્યો છે. કંગનાએ ટ્વીટ કરી લખ્યું, છેલ્લા 24 કલાકમાં મારા કાર્યાલયને અચાનક ગેરકાયદેસર ગણાવવામાં આવ્યો. તેમણે મારા ફર્નીચર અને ટાઇટ સહિત અંદર બધુ જ નષ્ટ કર્યું છે અને હવે મને ધમકી મળી રહી છે કે, તેઓ મારા ઘરે આવશે અને તેને પણ તોડી નાખશે. મને ખુસી છે કે મારો નિર્ણય યોગ્ય નિકળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે