નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે તણાવ ઓછો થવાનો શરૂ થઈ ગયો છે. સર્વોચ્ચ સૂત્રો પ્રમાણે ચીનની સેના અને વાહન ગલવાન ઘાટી પર ઝડપ વાળી જગ્યાથી એક કિલોમીટર પાછળ ગટી ગઈ છે. ગલવાન ઘાટીની પાસે ચીનના સૈનિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગલવાન ઘાટીમાં ઝડપ બાદ પ્રથમવાર છે, જ્યારે ચીનની સેના પાછળ હટી છે. ભારત અને ચીન વચ્ચે વાતચીત બાદ ગલાન ઘાટીની પાસે ચીની સેના અને વાહનોમાં ઘટાડો જોવા મળ્યો છે. 


તમને જણાવી દઈએ કે 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાન શહીદ થયા હતા. સૂત્રો પ્રમાણે હિંસક ઝડપમાં ચીનના આશરે 40 જવાનોના મોત થયા હતા. પરંતુ ચીને પોતાના જવાનોના મોત અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. 


સીમા વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, લદ્દાખમાં 54 મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ


આ હિંસક ઝડપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષી દળો સામેલ થયા હતા. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube