નવી દિલ્હી:  લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ ઘટાડવા મુદ્દે ભારત-ચીનની સેના વચ્ચે એકવાર ફરી વાતચીત થઇ. ચીની સેનાના આગ્રહ બાદ આજે બેઠક બોલાવવામાં આવી હતી જે લગભગ 11 કલાક સુધી ચાલી હતી. કોર કમાન્ડર સ્તરની બેઠક ચીન તરફ મોલ્ડો વિસ્તારમાં યોજાઇ હતી. આ બેઠક ગલવાનમાં ચીનની સાથે થયેલા ઘર્ષણ બાદ ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સરકાર ટુંક સમયમાં કરી શકે છે આર્થિક પેકેજની જાહેરાત, એજન્સીએ કરી મોટી વાત

સુત્રો અનુસાર ચીન અને ભારત વચ્ચે LAC પર કોર્પ કમાન્ડર સ્તરની બેઠક ચાલી હતી. વાતચીત દરમિયાન ભારતે ચીન સાથેની LAC પરથી સૈનિકોને પરત લેવા માટે સમય માંગ્યો છે. આ ઉપરાંત ફિંગર 4 સહિત 2 મે પહેલાની સ્થિતી અને તહેનાતીને જાળવી રાખવા માટે કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને દેશોની સેનાઓ વચ્ચે આજે સવારે 11 વાગ્યાથી જ બેઠક ચાલી રહી હતી જે આજે રાત્રે 11 વાગ્યા બાદ ખતમ થઇ હતી. 


TIK TOK ને ટક્કર આપવા આવ્યું દેશી એપ, 72 કલાકમાં 5 લાખથી વધુ લોકોએ કર્યું ડાઉનલોડ

બેઠકમાં ભારત તરફથી લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહની બેઠકનું નેતૃત્વ કરી રહ્યા છે તો ચીન તરફથી મેજર જનરલ લિયુ લિન બેઠકમાં હાજર રહ્યા હતા. ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ બંન્ને દેશોનાં સૈન્ય અધિકારીઓ વચ્ચે આ મોટી વાતચીત થઇ રહી છે. તેનો ઇરાદો એલએસી પર પહેલાની સ્થિતી જાળવી રાખવા માટે છે. 


નેપાળની વધારે એક અવળચંડાઇ, ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા

ભારતની તરફથી એલએસી પર પહેલાની સ્થિતીને જાળવી રાખવાની માંગ કરવામાં આવશે. સાથે જ ગલવાન જેવી ઘટના ભવિષ્યમાં ન હોય એટલા માટે બંન્ને દેશોના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. 6 જુને એગ્રીમેન્ટ પર પણ વાત થશે, જેમાં નિશ્ચય થયો કે, ચીન પોતાની સેનાને એલએસીથી પાછી હટાવવામાં આવશે. 


ભારત સરકાર ચીનની ગેમ કરશે ઓવર? મોદી સરકાર ટુંક સમયમાં લેશે મોટો નિર્ણય

સુત્રોનું કહેવું છે કે, ભારતે ચીન સાથે 4 મેની પહેલાની સ્થિતી જાળવી રાખવા માટેની માંગ કરી છે. લદ્દાખ સીમા પર 4 મે બાદની મિલિટ્રી પોઝીશનથી ચીની સેનાને હટવા માટે કહેવાયું છે. જો કે અત્યારે ચીનની તરફથી પાછા હટ્યા અગે કોઇ પ્રતિક્રિયા નથી આવી. મળતી માહિતી અનુસાર ચીન પાછા હટવાનાં મુડમાં નથી.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube