શું સરકાર ટુંક સમયમાં કરી શકે છે આર્થિક પેકેજની જાહેરાત, એજન્સીએ કરી મોટી વાત
કેન્દ્ર સરકાર કોરોના વાયરસના સંક્રમણના કારણે વધારે એક આર્થિક પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી શકે છે. રેટિંગ એજન્સી ફિંચનાં અનુમાન અનુસાર આ પેકેજ જીડીપીનો એક ટકા હોઇ શકે છે. તેના પહેલા પણ સરકારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર ભારત યોજના હેઠળ 21 લાખ કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી હતી. પીએમજીકેવાઇની જાહેરાત 26 માર્ચે થઇ હતી, જ્યારે આત્મનિર્ભર ભારત પેકેજ મેમાં આવ્યું હતું. તેના માટે સતત પાંચ દિવસ નાણામંત્રીએ અલગ-અલગ સેક્ટરમાં રાહત આપવાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર કોરોના વાયરસના સંક્રમણના કારણે વધારે એક આર્થિક પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી શકે છે. રેટિંગ એજન્સી ફિંચનાં અનુમાન અનુસાર આ પેકેજ જીડીપીનો એક ટકા હોઇ શકે છે. તેના પહેલા પણ સરકારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર ભારત યોજના હેઠળ 21 લાખ કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી હતી. પીએમજીકેવાઇની જાહેરાત 26 માર્ચે થઇ હતી, જ્યારે આત્મનિર્ભર ભારત પેકેજ મેમાં આવ્યું હતું. તેના માટે સતત પાંચ દિવસ નાણામંત્રીએ અલગ-અલગ સેક્ટરમાં રાહત આપવાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિંચ રેટિંગ્સનાં નિર્દેશક સોવરેન રેટિંગ થોમસ રૂકમેકરે કહ્યું કે, કોવિડ 19 અત્યારે પણ ભારતમાં છે અને આ વાતની ખુબ જ સંભાવના છે કે, સરકારને અર્થવ્યવસ્થાનું સમર્થન કરવા માટે આર્થિક ઉપાયો પર થોડો ખર્ચ વધારે કરવો પડશે. તેમણે કહ્યું કે, અમારા પૂર્વાનુમાનમાં મોટા પ્રોત્સાહક પેકેજનો સમાવેશ કર્યો છે, ન કે અત્યાર સુધીનાં જાહેર રાજકોષીય ઉપાયો જેટલુ હોય જે જીડીપીના માત્ર એક ટકા જેટલું છે.
ઘટાડ્યો હતો આઉટલુક
ફિચે ગત્ત અઠવાડીયે ભારતનાં રેટિંગના આઉટલુકને સ્થિરતાથી નકારાત્મક કરી દેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, રેટિંગ અંગે નિર્ણય લેતા વધારે રાજકોષીય પ્રોત્સાહનનાં કારણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ જીડીપીનાં 10 ટકાનાં બરાબર ઉપાયોની જાહેરાત કરી હતી, તેમાંથી 9 ટકા જાહેરાત પ્રકૃતિમાં બિન રાજકોષીય હતી. બોન્ડ બહાર પાડીને પણ જાહેરાત કરવામાં આવી હતી અને તે જીડીપીને બે ટકા બરાબર હતી. રુકમેકરને ફિચ રેટિંગ્સનાં એક વેબિનારને સંબોધિત કરતા કહ્યું કે, આ એક સંકેત આપી શકે છે કે, વધારાનાં એક ટકાનાં ઉપાય આગામી મહિનામાં તેના માટે જાહેર થઇ શકે છે, જેને જરૂર છે. ગત્ત મહિને પોષીત 21 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક રાહત પેકેજમાં સરકાર અને આરબીઆઇનાં પેકેજનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે બજારમાંથી દેવું એકત્ર કરવાની સીમાને પણ 2020-21નાં 7.8 લાખ કરોડ રૂપિયાનાં બજેટ અનુમાનથી 12 લાખ કરોડ રૂપિયા સુધી વધારી દીધું છે. ફિચે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં પાંચ ટકાનો ઘટાડો આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે