નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખમાં જારી તણાવ પર મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય સેનાના ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહે ભારત તરફથી બેઠકની આગેવાની કરી હતી. તેઓ હવે મોલ્ડોથી લેહ પરત ફરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની સૈન્ય અધિકારીઓ સાથે બેઠક પહેલા ભારતીય દળનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહે ભારતના કમાન્ડરો સાથે વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી હતી. 


આ બેઠક મોલ્ડોમાં યોજાઇ જે ટકરાવની જગ્યાએથી 20 કિલોમીટર દૂર છે. જ્યાં બેઠક થઈ તે જગ્યા ચુશૂલથી વિતરિત ચીની નિયંત્રણના વિસ્તાર મોલ્ડોમાં સ્થિત છે. ભારત અને ચીન વચ્ચે હાલના વિવાદને ઉકેલવા માટે બંન્ને દેશો વચ્ચે કોર્પ કમાન્ડર સ્તર પર આ બેઠક યોજાઇ હતી. બંન્ને દેશોના સૈન્ય અધિકારીઓએ સરહદ પર જારી તણાવને લઈ વાતચીત કરી હતી. 


ભારતની માગ છે કે ચીન એલએસીની પાસના વિસ્તારથી પોતાની સેનાની સાથે પાછળ હટે. ચીન સરહદ પર તૈનાત હથિયારબંધ અને આર્મર્ડ ગાડીઓને પાછળ લઈ જાય. ભાતીય સેના પૈન્ગોંગ ત્સો પર જારી વિવાદ ખતમ કરવા માટે ચીન પર દબાવ બનાવશે.


ચીનની વિરુદ્ધ ટ્વીટ કરવા પર સસ્પેન્ડ  થયું Amulનું એકાઉન્ટ? વાંચો ટ્વીટરનું નિવેદન


સેનાએ જારી કર્યું હતું નિવેદન
ચીનની સાથે વિવાદ પર ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સરહદ વિવાદ ઉકેલવાના પ્રયાસો જારી છે. સેનાએ કહ્યું કે, ભારત અને ચીનના અદિકારી સૈન્ય અને કૂટનીતિક ચેનલ દ્વારા ભારત-ચીન સરહદ પર ઉભા થયેલા તણાવને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સેનાએ મીડિયાને અપીલ કરી હતી કે આ ઘટનાક્રમને લઈને કોઈપણ આધાર વગર રિપોર્ટિંગ ન કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર