ચીનની વિરુદ્ધ ટ્વીટ કરવા પર સસ્પેન્ડ થયું હતું Amulનું એકાઉન્ટ? વાંચો ટ્વીટરનું નિવેદન
માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર શુક્રવારે કેટલાક સમય માટે અમૂલના એકાઉન્ટ ફીચરને રિસ્ટ્રિક્ટ કરી દીધું હતું. પરંતુ થોડા સમય બાદ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું. ટ્વીટર આ મામલા પર નિવેદન જારી કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ છેલ્લા બે દિવસથી ટ્વીટરને લઈને ટ્વીટર પર એક ચર્ચા ચાલી રહી છે. સવાલ છે કે શું ટ્વીટર પોતાના હિસાબે કન્ટેનને ફિલ્ટર કરે છે? અને જે એકાઉન્ટ તેની નીતિઓ પર ખરા ન ઉતરે તેને બંધ કરી દેવામાં આવે છે? આ સવાલ ઉઠ્યા થોડા સમય માટે અમૂલનું ટ્વીટર એકાઉન્ટ બંધ થયા બાદ. ચીનને લઈને કરવામાં આવેલા એક ટ્વીટ બાદથી અમૂલના એકાઉન્ટ પર રિસ્ટ્રિક્ટેડ થવાનો મેસેજ આવી રહ્યો હતો. છોડા સમટ બાદ આ મેસેજ હટી ગયો અને એકાઉન્ટ રીસ્ટોર થી ગયું. ટ્વીટરનું કહેવું છે કે આ સિક્યોરિટી પ્રમાણે તેની રૂટિન પ્રક્રિયા છે. ટ્વીટરે સ્પષ્ટ કર્યું કે, એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી. માત્ર જરૂરી વેરિફિકેશન પૂરા કરવા સુધી એકાઉન્ટને રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું એટલે કે તેના ફીચર્સ સીમિત કરી દેવામાં આવ્યા હતા. કંપની પ્રમાણે, આ પગલું સંપૂર્ણ પણે એકાઉન્ટની સિક્યોરિટી માટે હતું.
ટ્વીટર પર મચી બબાલ
કોઈપણ સૂચના વગર અમૂલના ટ્વીટર એકાઉન્ટ પર કોશન એલર્ટ દેખાડવું GCMMFના મેનેજમેન્ટને ગળે ન ઉતર્યું. ટ્વીટર યૂઝરો વચ્ચે આ ચર્ચાનો વિષય હતો. તેમણે આ રિસ્ટ્રિક્શન અમૂલના તે ટ્વીટ સાથે જોડ્યું જેમાં ચીન પર નિશાન સાધવામાં આવ્યું હતું. અમૂલના લેટેસ્ટ ક્રિએટિવ કેમ્પેઇન ‘Exit the Dragon?’ ચીની પ્રોડક્ટસના બહિષ્કારનું સમર્થન કરે છે. તેની એક ટૂન 3 જૂને પોસ્ટ કરવામાં આવી હતી.
#Amul Topical: About the boycott of Chinese products... pic.twitter.com/ZITa0tOb1h
— Amul.coop (@Amul_Coop) June 3, 2020
ટ્વીટમાં શું હતું?
તેમાં અમૂલ ગર્લ પોતાના દેશને ડ્રેગનથી બચાવતી જોવા મળી રહે છે. પાછળ ચીની એપ ટિકટોકનો લોગો પણ છે. એડમાં મેન ઇન ઇન્ડિયા મોટા અક્ષરોમાં લખેલું છે. ટ્વીટર પર અમૂલનું એકાઉન્ટ ખોલવા મેસેજ જોવા મળી રહ્યો હતો, (સાવધાન, આ એકાઉન્ટર અસ્થાયી રૂપે બ્લોક છે. આ મેસેજ તે માટે જોવા મળી રહ્યો હતો કારણ કે આ એકાઉન્ટ પરથી કંઇક અસામાન્ય એક્ટિવિટી કરવામાં આવી હતી. શું હજુ પણ તમે તે એકાઉન્ટ જોવા ઈચ્છો છો.
Dawood Ibrahim Death News: દાઉદ ઇબ્રાહિમના કોરોના વાયરસથી મોતની અટકળો, પુષ્ટિ નહીં
અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ કહ્યુ કે, અમારૂ એકાઉન્ટ 4 જૂને બ્લોક થયુ હતું. કેટલાક પ્રોટોકોલ્સને ફોલો કર્યા બાદ તે રીએક્ટિવેટ થઈ ગયું હતું. અમે ટ્વીટરને પૂછ્યું કે એકાઉન્ટ કેમ બ્લોક કર્યું, પરંતુ કોઈ ફોર્મલ જવાબ આવ્યો નથી.
ટ્વીટરે આ મામલે શું કહ્યું?
અમૂલ એકાઉન્ટ સાથે જોડાયેલા મામલાને ટ્વીટરે રૂટીન સેફ્ટી પ્રોટોકોલનો ભાગ જણાવ્યો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યુ, એકાઉન્ટ સેફ્ટી અને સિક્યોરિટી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કોઈ એકાઉન્ટની સાથે છેડછાડ થઈ નથી. તે નક્કી કરવા માટે અમે ગમે ત્યારે એકાઉન્ટના ઓનરને સરળ reCAPTCHA પ્રક્રિયા પૂરી કરવાનું કહીએ છીએ. આ ચેલેન્જ અસલી એકાઉન્ટ ઓનર્સ માટે સરળ છે પરંતુ સ્પૈમી કે ખોટા ઇરાદાવાળા એકાઉન્ટ ઓનર્સ માટે પૂરી કરવી મુશ્કેલ છે. એક વાર સિક્યોરિટી સ્ટેપ પૂરુ કર્યા બાદ એકાઉન્ટનું એક્સેસ પરત મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે