નવી દિલ્હી: એલએસી (LAC) પર પૂર્વી લદ્દાખ સેક્ટરની પેલે પાર તૈનાત ચીને સૈનિકો (china Army) ના પગ ઉખાડી ફેંક્યા છે. હંમેશા વિસ્તારવાદી વિચારસણીના કારણે બીજા દેશો સાથે 'પંગો' લેનાર ચીનના સૈનિકો અહીં પડી રહેલી કડકડતી ઠંડીને સહન કરી શકતા નથી. ક્ષેત્રમાં વધુ પડતી ઠંડીથી ચીની સૈનિકો પ્રભાવિત થયા છે. એટલા માટે જ પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) એ 90 ટકા સૈનિકોની પોઝેશન ચેંજ કરી છે એટલે કે આ વિસ્તારોમાં તૈનાત સૈનિકોની અદલા બદલી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂના સૈનિકોને હટાવ્યા, નવા તૈનાત કર્યા
ચીને આ વિસ્તારમાં અંદરના વિસ્તારોમાંથી નવા સૈનિકોને તૈનાત કર્યા છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષ એપ્રિલ-મેથી માંડીને અત્યાર સુધી ચીને પૂર્વી લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની આસપાસ 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને આગળના સ્થળોથી સીમિત સૈનિકોની વાપસીના કરાર છતાં તેમને ત્યાં રાખ્યા છે. પૈંગોગ સરોવર ક્ષેત્રમાં ચીને ગત એક વર્ષથી અહીં હાજર સૈનિકોને હટાવીને હવે નવા સૈનિકોને તૈનાત કર્યા છે. 

Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો


દરરોજ થતી હતી અદલા બદલી
સૂત્રોના અનુસાર તેના કારણે રોટેશન થઇ શકે છે. ગત વર્ષે પણ કડકડતી ઠંડીના લીધે ગતિરોધવાળી જગ્યાઓ પર દરરોજ ચીનની તરફથી સૈનિકોની અદલા-બદલી કરવામાં આવી રહી હતી. પૈંગોંગ સરોવર ક્ષેત્રમાં ઉંચાઇવાળા ક્ષેત્ર પર તૈનાતી ચીની સૈનિકોને લગભગ દરરોજ અદલા બદલી કરવામાં આવે છે. 


ભરતીય સૈનિકો રહે છે 2-2 વર્ષ સુધી તૈનાત
જ્યારે ભારતીય સેના પોતાના સૈનિકોને ઉંચાઇવાળા ક્ષેત્રોમાં બે વર્ષ માટે તૈનાતી કરે છે અને દર વર્ષે લગભગ 40-50 ટકા સૈનિકોને રોટેટ કરવામાં આવે છે. આ પરિસ્થિતિઓમાં આઇટીબીપીના જવાનોનો કાર્યકાળ ક્યારેક-ક્યારેક બે વર્ષથી પણ વધુ લાંબો હોય છે. ગત વર્ષે એપ્રિલ-મેથી પૂર્વી લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની સાથે અન્ય વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિક એકબીજાની વિરૂદ્ધ મોટાપાયે તૈનાત છે. ચીનની હરકતોના લીધે ઘણીવાર ટકરાવની સ્થિતિ બની.  
ICC WTC Final: Dilip Vengsarkar નો દાવો, India અને New Zealand માંથી આ ટીમ ચડિયાતી


ચીન દ્વારા હુમલા કર્યા બાદ ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી અને સુનિશ્વિત કર્યું કે તેમને તમામ સ્થળો પર રોકી રાખવામાં આવે. ત્યારબાદ ભારતે ઝીલના દક્ષિણી કિનારે રણનીતિક ઉંચાઇઓ પર કબજો કરીને ચીની સેનાને આશ્વર્યચકિત કરી દીધા. બંને પક્ષ પૈંગોગ સરોવર ક્ષેત્રમાં પોતપોતાની પોસ્ટને ખાલી કરીને અને આ વર્ષની શરૂઆતમાં ત્યાં પેટ્રોલીંગ બંધ કરવા પર સહમતિ થઇ, જોકે આ સ્થળો પરથી પરત બોલાવવામાં આવેલા સૈનિકો બંને તરફથી લગભગ-લગભગ બનેલા છે અને બંને તરફથી આગળની તૈનાતી હજુપણ ચાલુ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube