Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો

આપણી બોડી ક્લોક આપણને જીવિત રહેવામાં મદદ કરવા માટે લાખો વર્ષોના સમયગાળામાં વિક્સિત થઈ છે. શરીરની પ્રત્યેક કોશિકામાં પ્રોટીનનો એક સંગ્રહ હોય છે જે તેમના સ્તરના આધારે સમયનો સંકેત આપે છે.

Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો

ડબલિન: જ્યારે સુક્ષ્મજીવ જેમ કે બેક્ટેરિયા, કે વાયરસ આપણને સંક્રમિત કરે છે ત્યારે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ  (Immunity System) એક્શન મોડમાં આવી જાય છે. તે ચેપને સમજવા, ખતમ કરવા અને તેનાથી થનારા કોઈ પણ નુકસાનને દૂર કરવા માટે ખુબ તાલિમબદ્ધ હોય છે. 

બોડી ક્લોકનું શું છે મહત્વ?
આમ તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ કાયમ એક જ પ્રકારે કામ કરતી હોય છે પછી ભલે સંક્રમણ દિવસના લાગ્યું હોય કે રાતે, પરંતુ અડધી સદીથી વધુ સમયથી ચાલતા સ્ટડીથી જાણવા મળ્યું છે કે આપણા શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ હકીકતમાં દિવસ અને રાતના અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જેનું કારણ આપણા શરીરની કુદરતી ઘડિયાળ એટલે કે બોડી ક્લોક છે. આપણી પ્રતિરક્ષા કોશિકાઓ સહિત શરીરની પ્રત્યેક કોશિકાઓ જણાવી શકે છે કે તે દિવસનો કયો સમય છે. 

લાખો વર્ષો દરમિયાન વિક્સિત થઈ બોડી ક્લોક
આપણી બોડી ક્લોક આપણને જીવિત રહેવામાં મદદ કરવા માટે લાખો વર્ષોના સમયગાળામાં વિક્સિત થઈ છે. શરીરની પ્રત્યેક કોશિકામાં પ્રોટીનનો એક સંગ્રહ હોય છે જે તેમના સ્તરના આધારે સમયનો સંકેત આપે છે. દિવસ છે કે રાત છે તે જાણવું તેનો અર્થ એ છે કે આપણું શરીર આપણા કાર્યો અને વ્યવહારો ( જેમ કે જ્યારે આપણે ખાવાનું ખાવા ઈચ્છીએ છીએ) ને યોગ્ય સમયે સમાયોજિત કરી શકે છે. 

રાતે શરીરમાં બને છે થકવનારા કેમિકલ
કોશિકાઓના કાર્ય કરવાની રીતમાં 24 કલાકની લય (જેને સર્કૈડિયન રિધમ પણ કહેવામાં આવે છે) ઉત્પન્ન કરીને આપણ શરીરની ઘડિયાલ એ રીતે કામ કરે છે. ઉદાહરણ માટે, આપણી બોડી ક્લોક એ સુનિશ્વિત કરે છે કે રાત થતાં જ અમે ફક્ત મેલાટોનિનનું ઉત્પાદન કરે કારણ કે આ કેમિકલ આપણને થકવી દે છે. આ સંકેત આપે છે કે આ ઉંઘવાનો સમય છે.

પ્રતિરક્ષા કોશિકાઓ કરે છે ખાસ કામ
આપણી પ્રતિરક્ષા સિસ્ટમ ઘના અલગ-અલગ પ્રકારની પ્રતિરક્ષા કોશિકાઓ (Immune Cells) થી બને છે જે સંક્રમણ અથવા ક્ષતિના પુરાવાની શોધમાં સતત શરીરમાં શોધે છે, પરંતુ આ આપણા શરીરની ઘડીયાળ છે કે આ નિર્ધારિત કરે છે કે તે કોશિકાઓ દિવસના વિશેષય સમય પર ક્યાં સ્થિત છે. 

મોટાભાગે કહીએ તો આપણી પ્રતિરક્ષા કોશિકાઓ દિવસ દરમિયાન ટિશ્યૂમાં ચાલે છે અને પછી રાત્રે આખા શરીરમાં ફેલાઇ જાય છે. પ્રતિરક્ષા કોશિકાઓની આ સર્કૈડિયન લય કદાચ એટલા માટે વિકસિત થઇ હશે જેથી જે સમયે આપણા સંક્રમિત થવાની સંભાવના વધુ રહે છે. 

આપણી પ્રતિરક્ષા કોશિકાઓ રાત્રે શરીરમાં ચારેય તરફ ફરે છે અને આપણા લિમ્ફ નોડ્સ પર રોકાઇ જાય છે. અહીં તે કોઇપણ સંક્રમણ સહિત દિવસના સમયે જે કંઇપણ થયું હતું, તેની સ્મૃતિનું નિર્માણ કરે છે. અને તેનાથી એ સુનિશ્વિત થાય છે કે આગામી વખતે સંક્રમણનો સામનો થતાં સારી પ્રતિક્રિયા આપી શકે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news