નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખ  (Eastern Ladakh)મા છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી તૈનાત સૈનિકોની સામે આ સમયે સૌથી મોટી સમસ્યા ભીષણ ઠંડીનો મુકાબલો છે. ભારતીય સેના  (Indian Army)એ તેની તૈયારી જુલાઈથી શરૂ કરી દીધી હતી. સૈનિકો માટે ખાસ કપડા અને ટેન્ટ ખરીદવામાં આવ્યા છે. જેમાં શૂન્યથી 40 ડિગ્રી નીચેના તાપમાનમાં સરળતાથી આરામ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 ફૂટ સુધી બરફ પડવાની સંભાવના
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગરમીના સમયમાં શરૂ થયો વિવાદ  (India-China Standoff) હજુ ઉકેલાયો નથી. તેથી 50 હજાર સૈનિક હજુ પણ ત્યાં તૈનાત છે. ગલવાન  (Galwan Valley), પેન્ગોંગ અને દક્ષિણી પેન્ગોંગના વિસ્તારમાં તાપમાન -20 થી -25 નીચે આવી ગયું છે અને આ વિસ્તારમાં વિન્ડ ચિલ ફેક્ટર (Wind Chill Factor)થી તાપમાન 5થી 10 ડિગ્રી વધુ નીચે આવી જાય છે. નવેમ્બર બાદ તેજ બરફનો વરસાદ શરૂ થઈ જશે અને 40 ફૂટ સુધી બરફ પડવાની આશંકા છે. આટલી ઠંડીમાં કોઈપણ સૈનિકનું આ વિસ્તારમાં વધુ સમય સુધી તૈનાત રહેવું શારીરિક રીતે ખુબ મુશ્કેલ છે. 


આ રાજ્યમાં એક સાથે શાળાના આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ


અમેરિકાથી સૈનિકો માટે ખાસ કપડા
એક મોટા અભિયાન હેઠળ રાશન, કેરોસિન હીટર, ખાસ કપડા, ટેન્ટ્સ અને દવાઓને શિયાળાની સીઝન માટે જમા કરવામાં આવી છે. ખુબ ઠંડા વાતાવરણમાં સૈનિકોના ઉપયોગ માટે ખાસ કપડાને 11000 સેટ હાલમાં અમેરિકાથી લેવામાં આવ્યા છે. તો હાઈ ઓલ્ટેટ્યૂડ અને સુપર બાઈ ઓલ્ટેટ્યૂડમાં તૈનાત સૈનિકો માટે ગરમ રહેવા વાળા ટેન્ટ અને સાથે સાથે લદ્દાખમાં તૈનાત બધા સૈનિકો માટે સ્માર્ટ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વીજળી, પાણી, રૂમને ગરમ કરનાર હીટર, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી બધી જરૂરીયાતોને પૂરો કરવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube