LAC પર ભારત-ચીન બેઠક પહેલા આવ્યા મોટા ખબર, હવે આ વિસ્તારમાં ચીની સેનાએ અડ્ડો જમાવ્યો!
ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટેની કોશિશો વધી ગઈ છે. આ જ કડીમાં આજે ભારત-ચીન સરહદ મામલા (India-China Border Affairs)ની પરામર્શ અને સમન્વય સમિતિ (Working Mechanism for Consultation and Coordination -WMCC) ની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ લદાખના એલએસી(LAC)થી ચીની સૈનિકોને પાછળ હટાવવા અને ઐન્ય સૈન્ય દળો વચ્ચે તણાવ ઓચો કરવા પર વાતચીત થશે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલ છે કે લિપુલેખની પાસે પોતાના સૈન્યની તૈનાતી વધારી દીધી છે. જે ભારત માટે ખુબ ચિંતાજનક વાત છે.
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટેની કોશિશો વધી ગઈ છે. આ જ કડીમાં આજે ભારત-ચીન સરહદ મામલા (India-China Border Affairs)ની પરામર્શ અને સમન્વય સમિતિ (Working Mechanism for Consultation and Coordination -WMCC) ની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ લદાખના એલએસી(LAC)થી ચીની સૈનિકોને પાછળ હટાવવા અને ઐન્ય સૈન્ય દળો વચ્ચે તણાવ ઓચો કરવા પર વાતચીત થશે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલ છે કે લિપુલેખની પાસે પોતાના સૈન્યની તૈનાતી વધારી દીધી છે. જે ભારત માટે ખુબ ચિંતાજનક વાત છે.
COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો
WMCCની 17મી બેઠક ગત મહિને જ થઈ હતી જેમાં બંને દેશોના સૈનિકોને આમને સામનેની તૈનાતીથી હટાવવા પર સહમતિ બની હતી. આ બેઠકમાં LACથી બંને દેશોની સેનાઓને પાછળ હટાવવાની હતી અને શાંતિ બહાલ કરતા બંને દેશો વચ્ચેના સંબંધોને સારા બનાવવાના હતાં.
મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, શેરડીના પાક પર હવે પ્રતિ ક્વિન્ટલ આટલા રૂપિયા મળશે
WMCCની બેઠકમાં બંને દેશોના સચિવ સ્તરના અધિકારીઓ સામેલ હોય છે અને વાતચીતનું નેતૃત્વ કરે છે જો કે ગત વાતચીતમાં સહમતિ આપવા છતાં પણ ચીને ફિંગર એરિયા (Finger Areas), દેપસાંગ (Depsang) અને ગોગરાથી પોતાના સૈનિકોને હટાવ્યાં નથી. ફિંગર એરિયામાં છેલ્લા 3 મહિનાથી ચીની સૈનિકો અડ્ડો જમાવીને બેઠા છે અને આ બધા વચ્ચે ચીની સૈનિકોએ સ્થાયી નિર્માણ પણ કરી લીધા છે જેમાં બંકર બનાવવા પણ સામેલ છે.
Corona: દેશમાં પહેલીવાર થયું કોરોના સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ, રિસર્ચથી થશે મહત્વના ખુલાસા
ભારતે કહ્યું કે છે ચીને એલએસીથી સૈનિકોના જમાવડાને હટાવવો પડશે અને વિસ્તારોમાં શાંતિ ત્યારે જ સ્થપાઈ શકે છે. જ્યારે પૂર્વ લદાખના એલએસીથી ચીની સેના પાછળ હટે અને ડિએક્સેલેશનની પ્રક્રિયા પૂરી થાય.
Corona Updates: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં કોરોનાના 69 હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા
આ બધા વચ્ચે એવા અહેવાલો આવી રહ્યાં છે કે ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાતી કરી લીધી છે. આઈએએનએસના એક રિપોર્ટ મુજબ લિપુલેખથી ફક્ત 10 કિમી દૂર પાલામાં ચીને 150 લાઈટ કમ્બાઈડ આર્મ્સ બ્રિગેડ ( 150 Light Combined Arms Brigade)ને તૈનાત કરી લીધી છે.
લિપુલેખ એ વિસ્તાર છે જેને લઈને હાલમાં જ ભારત અને નેપાળમાં તણાવ પેદા થઈ ગયો હતો. તે ભારત-નેપાળ-તિબ્બત વચ્ચે ટ્રાઈ જંકશન તરીકે કામ કરે છે. જે ઉત્તરાખંડના કાલાપાની ઘાટીના ઉપરના ભાગમાં પડે છે. ચોંકાવનારી વાત એ છે કે ચીની સૈનિકોની તૈનાતી અંગે ભારતીય અધિકારીઓને બે સપ્તાહ પહેલા ખબર પડી ગઈ છે. (IANS Input)
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube