COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો

એક બાજુ આખો દેશ કોરોના વાયરસ ( મહામારી સામે ઝઝૂમી રહ્યો છે અને બીજી બાજુ નોકરીઓ, રોજગાર છીનવાઈ જવાથી લોકો પર મુસીબતોનો ઢગલો થયો છે. કોરોના કાળમાં લાગેલા લોકડાઉનમાં 1.89 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. 

COVID-19 Impact: જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારીનો કુલ આંકડો અત્યંત ડરામણો

નવી દિલ્હી: એક બાજુ આખો દેશ કોરોના વાયરસ ( મહામારી સામે ઝઝૂમી રહ્યો છે અને બીજી બાજુ નોકરીઓ, રોજગાર છીનવાઈ જવાથી લોકો પર મુસીબતોનો ઢગલો થયો છે. કોરોના કાળમાં લાગેલા લોકડાઉનમાં 1.89 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. 

Centre for Monitoring Indian Economy (CMIE) ના આંકડા મુજબ એકલા જુલાઈ મહિનામાં જ 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. CMIEના જણાવ્યાં મુજબ એપ્રિલ 2020 સુધીમાં 1.77 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા હતાં. ત્યારબાદ મે મહિનામાં લગભગ એક લાખ લોકોની નોકરી ગઈ. જો કે જૂનમાં લોકડાઉન ખુલ્યા બાદ 39 લાખ નોકરી વધી પરંતુ જુલાઈમાં ફરીથી 50 લાખ લોકો નોકરી ખોઈ બેઠા. CMIEના CEO મહેશ વ્યાસનું કહેવું છે કે 'સૌથી વધુ ચિંતા સેલરીડ ક્લાસ માટે છે કારણ કે તેમની નોકરી ગયા બાદ ફરીથી નોકરી મળવી ખુબ મુશ્કેલ છે.'

અનૌપચારિક ક્ષેત્રમાં સારું રહ્યું
CMIEનું કહેવું છે કે અનૌપચારિક ક્ષેત્રમાં નોકરીઓ હવે પાછી ફરી રહી છે. એટલે કે લોકોને નોકરીઓ મળી રહી છે કારણ કે ધીરે ધીરે અર્થતંત્ર ખુલી રહ્યું છે. વર્ષ 2019-20માં પગાર વગરના અનૌપચારિક રોજગાર 31.76 કરોડ હતાં જે જુલાઈ 2020માં વધીને 32.56 કરોડ સુધી પહોંચી ગયાં. એટલે કે આ દરમિયાન 2.5 ટકા (લગભગ 80 લાખ) વધારો થયો. પરંતુ આ દરમિયાન સેલરીડ ક્લાસની નોકરીઓમાં 22 ટકા એટલે કે 1.89 કરોડનો ઘટાડો આવ્યો. 

નોકરીઓ જવાનું શું કારણ?
સૌથી ચોંકાવનારી વાત એ છે કે જૂનમાં નોકરીઓ વધી તો પછી જુલાઈમાં નોકરીઓ કેમ ગઈ? તેને વિસ્તારથી સમજીએ. એપ્રિલથી જૂન મહિના સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું હતું. આ દરમિયાન બેરોજગારીનો દર 24 ટકાથી વધુ તો. જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. ત્યારબાદ જૂનમાં અનલોકની પ્રક્રિયા હેઠળ કામકાજ શરૂ થવા લાગ્યું તો લોકોને નોકરીઓ મળવા લાગી. પરંતુ જુલાઈમાં જ્યારે મોટાભાગની કંપનીઓ ફરીથી ખુલવાની શરૂ થઈ તો તેમના માટે ત્યારે કારોબાર ઊભો કરવામાં કે ચલાવવામાં મુશ્કેલીઓ આવવા માંડી. આથી તેમણે મોટા પાયે છટણી શરૂ કરવા માંડી. CMIEના CEOએ કહ્યું કે '2019-20ના સમગ્ર વર્ષ અને જુલાઈ 2020ની તુલના કરીએ તો ગ્રામીણ અને શહેરના તમામ વિસ્તારોમાં સેલરીડ લોકોની નોકરીઓ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓમાં 21.8 ટકા તો શહેરી વિસ્તારોમાં 22.2 ટકા સુધી ઘટાડો નોંધાયો છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news