નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત શરૂ થઈ છે. જેથી કરીને લદાખમાં તણાવ ઓછો કરી શકાય અને સંવેદનશીલ વિસ્તારોમાં સેનાથીને પાછળ હટાવવા અંગે અંતિમ સ્વરૂપ આપી શકાય. ભારતના ચુશુલ સેક્ટરમાં બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરવિન્દર સિંહ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ


સૂત્રોએ જણાવ્યું કે તણાવની સ્થિતિને ઓછી કરવા માટે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓ પર વાતચીત થશે. આ અગાઉ કોર કમાન્ડર સ્તરની બે બેઠક 6 જૂન અને 22 જૂનના રોજ થઈ હતી. 22 જૂનના રોજ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે લગભગ 11 કલાક વાતચીત થઈ હતી. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube