ભારતે રાષ્ટ્રપતિ Emmanuel Macron ને ફૂલ સપોર્ટ જાહેર કર્યો, ફ્રાન્સે ગદગદ થઈને જાણો શું કહ્યું?
ભારતે ઈસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી છે. ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરતા મેક્રોન વિરુદ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ ગણાવ્યો છે.
નવી દિલ્હી: ભારતે ઈસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી છે. ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરતા મેક્રોન વિરુદ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ ગણાવ્યો છે. ભારત તરફથી મળેલા અપાર સમર્થન પર ફ્રાન્સે પણ ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે બંને દેશ આતંકવાદની લડાઈમાં એકબીજા પર ભરોસો કરી શકે છે. આ બધા વચ્ચે ટ્વિટર ઉપર પણ #India Stands With France ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ફ્રાન્સનો વિરોધ કરવાની લ્હાયમાં PAK મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, થઈ આંતરરાષ્ટ્રીય ફજેતી
વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં બહાર પાડેલા એક નિવેદનમાં બર્બર આતંકવાદી હુમલાની ટીકા પણ કરી, જેમાં ફ્રાન્સના એક શિક્ષકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી. મંત્રાલયે કહ્યું કે આતંકવાદને કોઈ પણ કારણે અને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય ઠેરવી શકાય નહી. નિવેદનમાં કહેવાયું છે કે "અમે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર અસ્વીકાર્ય ભાષામાં કરાયેલા વ્યક્તિગત હુમલાની આકરી ટીકા કરીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ છે."
પયગંબર કાર્ટૂન વિવાદઃ ફ્રાન્સ વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ભડક્યો ગુસ્સો, બાંગ્લાદેશમાં જોરદાર પ્રદર્શન
ઈરાની મીડિયાએ મેક્રોનને બતાવ્યા રાક્ષસ
અત્રે જણાવવાનું કે ઈસ્લામી કટ્ટરપંથ પર આકરા વલણ અને પયગંબર મોહમ્મદના કાર્ટુનનો બચાવ કરવાને લઈને મેક્રોન મુસ્લિમ બહુમતીવાળા દેશોની ટીકાનો ભોગ બન્યા છે. ઈરાનીના મીડિયામાં મેક્રોનને રાક્ષસ તરીકે દેખાડવામાં આવ્યા છે. તેમના પણ કાર્ટુન છાપવામાં આવ્યા છે જેમાં તેમના લાંબા કાન છે, પીળી આંખો છે અને અણિયાળા દાંત. ઈરાનના વતન એમરોઝમાં કહેવાયું છે કે મેક્રોને દુનિયાભરના મુસ્લિમોને નારાજ કર્યા છે.
પયગંબર કાર્ટૂન વિવાદઃ તુર્કીએ કહ્યું- પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી શરૂ કરવા ઈચ્છે છે જંગ
ફ્રેન્ચ ટીચરની હત્યા બાદ શરૂ થયું ઘમાસાણ
અત્રે જણાવવાનું કે 16 ઓક્ટોબરના રોજ પેરિસમાં એક ફ્રેન્ચ ટીચરની ધોળે દિવસે નિર્દયતાથી હત્યા કરી દેવાઈ હતી. તેઓ પોતાના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનું કાર્ટુન બતાવી રહ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube