પયગંબર કાર્ટૂન વિવાદઃ તુર્કીએ કહ્યું- પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી શરૂ કરવા ઈચ્છે છે જંગ
France-Turkey Conflict: અર્દોગાને બુધવારે કહ્યુ કે, પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી જંગ શરૂ કરવા ઈચ્છે છે. દેશની સંસદમાં પોતાની AK પાર્ટીને સંબોધિત કરતા અર્દોગાને આ વાત કરી છે.
Trending Photos
અંકારાઃ પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને તુર્કી અને ફ્રાન્સ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે. પહેલા પયગંબર મોહમ્મદના કાર્ટૂન પર બંન્ને દેશો વચ્ચે વિવાદ વધી ગયો. તો હવે ફ્રાન્સના મેગેઝિન શાર્લી એબ્દોએ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગાનનું એક કાર્ટૂન બનાવી દીધું જેને લઈને નવી બબાલ શરૂ થઈ છે. તેના પર તુર્કીએ કહ્યું કે, ફ્રાન્સ વિરુદ્ધ કૂટનીતિક અને કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે. હવે અર્દોગાને કહ્યુ કે, પશ્ચિમી દેશ ઇસ્લામ વિરુદ્ધ જંગ કરવા ઈચ્છે છે.
પશ્ચિમી દેશ ઇસ્લામ પર કરવા ઈચ્છે છે હુમલો
અર્દોગાને બુધવારે કહ્યુ કે, પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી જંગ શરૂ કરવા ઈચ્છે છે. દેશની સંસદમાં પોતાની AK પાર્ટીને સંબોધિત કરતા અર્દોગાને આ વાત કરી છે. તેમણે કહ્યું- ફ્રાન્સ અને સંપૂર્ણ યૂરોપ મૌક્રોં અને તેમના જેવા વિચાર રાખનારી આ પ્રકારની ઉશ્કેરવાની, ખરાબ, નફરતભરી અને અલગ કરવાની નીતિ ડિઝર્વ કરતા નથી. તેમણે કહ્યું કે, આ દેશ માટે સન્માનનો સવાલ છે કે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ હુમલા પર વલણ આક્રમક કરવામાં આવે.
અર્દોગાનનું કાર્ટૂન
શાર્લી એબ્દોની બુધવારની એડિશન ઓનલાઇન રિલીઝ થઈ હતી જેમાં અર્દોગાન ટી-શર્ટ અને અન્ડરપેન્ટમાં જોવા મળી રહ્યાં છે, તે કઈ બીયર પી રહ્યાં હતા અને હિઝાબ પહેરી એક મહિલાનું સ્કર્ટ ઉઠાવી રહ્યાં હતા. તેમાં લખ્યું હતું 'અર્દોગાનઃ પ્રાઇવેટમાં તે ખુબ ફની છે.' તેને લઈને તુર્કીએ નિંદા કરી હતી અને ચેતવણી આપી હતી કે ફ્રાન્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન
પેરિસના ટીચર સૈમ્યુઅલ પૈટીનું એક ઇસ્લામિક હુમલાખોરે તે માટે માથુ કાપી નાખ્યું હતું કારણ કે તેમણે પોતાના ક્લાસના બાળકોને પયગંબરનું કાર્ટૂન દેખાડ્યું હતું. ઘટના બાદ મૈક્રોંએ કહ્યુ હતુ કે ફ્રાન્સ પોતાની ધર્મનિરપેક્ષ પરંપરાઓ અને કાયદાનું પાલન કરતું રહેશે જેમાં અભિવ્યક્તિની આઝાદી નક્કી કરવામાં આવી છે. તેના દ્વારા શાર્લી એબ્દોને પણ પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવવાની આઝાદી મળે છે જેથી આ બબાલ શરૂ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે