નવી દિલ્હી: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ગઈ કાલ કરતા ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,06,064 કેસ નોંધાયા છે. જો કે ગઈ કાલે કોરોનાના 3.33 લાખ નવા કેસ નોંધાયા હતા. એટલે કે આજે દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 3,06,064 કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,06,064 કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા 27,469 કેસનો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 2,43,495 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. જો કે એક્ટિવ કેસ હજુ પણ વધુ છે. હાલ દેશમાં 22,49,335 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. 


દેશના 2 અનોખા ગામ, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો...બધા બોલે છે કડકડાટ સંસ્કૃત, જાણીને ગર્વ થશે


એક દિવસમાં 439 લોકોના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 439 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 20.75 ટકા થઈ ગયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે જે 17.03 ટકા છે. 


ઉદ્ધવ ઠાકરેએ BJP પર સાધ્યું નિશાન, કહ્યું- 25 વર્ષ ગઠબંધનમાં વેડફી નાખ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube