નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો આંકડો 47 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 94,372 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 47,54,357 થઈ ગયો છે. જેમાંથી હાલ 9,73,175 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે 37,02,596 લોકોએ કોરોના જેવા જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાએ એક જ દિવસમાં 1,114 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 78,586 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી AIIMS માં દાખલ, 12 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ


Good News: ભારતમાં તૈયાર કોરોનાની દવા? પ્રાણીઓ પર વેક્સિનનું ટેસ્ટિંગ સફળ


ઓક્સફર્ડે શરૂ કરી ટ્રાયલ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના અનુસાર યૂકેની મેડિસિન હેલ્થ રેગુલેટરી ઓથોરિટીથી મંજૂરી મળ્યા બાદ ફરીથી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે  UK માં 1 વોલેન્ટિયરની તબિયત બગડ્યા બાદ વેક્સીનનું ટ્રાયલ પહેલાં યૂકે પછી દુનિયાભરમાં અટકાવી દેવામાં આવ્યું હતું. 


ઓક્સફોર્ડેએ ફરીથી શરૂ કર્યું કોરોના વેક્સીનનું ટ્રાયલ, 6 સપ્ટેબ્મરના રોજ લગાવ્યો હતો પ્રતિબંધ


વેક્સીનને લઇને હાલમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 6 સપ્ટેમ્બરના રોજ કંપનીએ એક દર્દીમાં સાઇટ ઇફેક્ટ થયા બાદ વેક્સીનનું ટ્રાયલ અટકાવી દેવામાં આવ્યું હતું અને ઇન્ડિપેન્ડેટ કમિટીને તપાસ કરવા માટે કહ્યું હતું. હવે તપાસ પુરી થઇ ગઇ છે અને કંપનીને ફરીથી ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. 


રેગુલેટરનું કહેવું છે કે એક અથવા બે દર્દીમાં સાઇટ ઇફેક્ટ આવવી નોર્મલ છે. જાણકારી માટે જણાવી દઇએ કે ભારતમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India) પણ આ વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. 


સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India)એ ગુરૂવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 'અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને ભારત પરીક્ષણને હાલ સ્થગિત કરી રહ્યું છે. સીરમ માત્રા મુજબ દુનિયાની સૌથી મોટી નિર્માતા કંપની છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube