Good News: ભારતમાં તૈયાર કોરોનાની દવા? પ્રાણીઓ પર વેક્સિનનું ટેસ્ટિંગ સફળ
એક ખતરનાક વાયરસે સમગ્ર દુનિયામાં તાંડવ મચાવ્યો છે. આ સમયે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો છે. જેથી તમામ લોકો પરેશાન છે. 24 કલાકમાં લગભગ 1 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં કોરોનાનો તોડ કોઈ શોધી શક્યું નથી. આ વચ્ચે કોરોના વેક્સિન સાથે સંબંધિત એક સૌથી મોટી જાણકારી સામે આવી છે.
Trending Photos
નલી દિલ્હી: એક ખતરનાક વાયરસે સમગ્ર દુનિયામાં તાંડવ મચાવ્યો છે. આ સમયે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો છે. જેથી તમામ લોકો પરેશાન છે. 24 કલાકમાં લગભગ 1 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં કોરોનાનો તોડ કોઈ શોધી શક્યું નથી. આ વચ્ચે કોરોના વેક્સિન સાથે સંબંધિત એક સૌથી મોટી જાણકારી સામે આવી છે.
કોરોના વેક્સિન સાથે જોડાયેલી મોટી જાણકારી
જાણકારી અનુસાર ભારતમાં પ્રાણીઓ પર વેક્સિનનું પરીક્ષણ સફળ રહ્યું છે. ભારત બાયોટેકનો દાવો છે કે, કોવેક્સિનનું પરિક્ષણ સફળ રહ્યું છે. તમને જણાવી દઇએ કે, ભારત બાયોટેક અનુસાર કોવેક્સિન વાયરસથી બચાવે છે અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. ICMRની સાથે મળીને ભારત બાયોટેક વેક્સિન બનાવી રહ્યું છે.
ભારતમાં કોરોનાની બેકાબૂ
દરેક જણ ડરી જાય છે, આખું વિશ્વ ફક્ત ત્યારે જ રાહ જોઈ રહ્યું છે જ્યારે કોરોના રસી આખરે ક્યારે આવે છે. કેમ કે, કોરોનાના જે આંકડા સામે આવી રહ્યાં છે તે ડરાવે એવા છે. આ વચ્ચે કોરોના વાયરસે શનિવારના ભારતમાં તમામ રેકોર્ડ તોડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે