Corona Update: કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
દેશમાં કોરોના વાયરસ(Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 66 લાખને પાર કરી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 66,85,083 થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા 61,267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,03,569 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 9,19,023 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને 56,62,491 લોકો કોરોનાને માત આપી સાજા થઈને ઘરે ગયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ(Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 66 લાખને પાર કરી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 66,85,083 થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા 61,267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,03,569 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 9,19,023 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને 56,62,491 લોકો કોરોનાને માત આપી સાજા થઈને ઘરે ગયા છે.
Good News: કોરોના પર ખુબ જ રાહત આપે તેવા સમાચાર, જાણીને ઉછળી પડશો
કોરોનાથી રિકવરી રેટ 84.70 ટકા અને મૃત્યુદર 1.55 ટકા છે. અત્રે જણાવવાનું કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં દર 10માંથી એક વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત હોઈ શકે છે. WHOના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે એક અંદાજા મુજબ દુનિયાની જનસંખ્યાનો મોટો ભાગ જોખમમાં છે. વિશેષજ્ઞ લાંબા સમયથી કહી રહ્યા છે કે કોરોના વાયરસના કેસની વાસ્તવિક સંખ્યા આંકડાથી ઘણી વધારી હોઈ શકે છે.
Exclusive: હાથરસ કેસમાં Call Data Record થી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
માઈક રયાને કહ્યું કે એક અંદાજા મુજબ દુનિયાની વસ્તીમાંથી 10 ટકા લોકો કોરોના વાયરસ સંક્રમિત છે. 34 સભ્યોવાળી બોર્ડની મીટિંગ વખતે રયાને કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube