Exclusive: હાથરસ કેસમાં Call Data Record થી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ કેસ (Hathras Case) માં હવે જે સત્ય સામે આવી રહ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. જે સત્ય સામે આવ્યું છે તે મુજબ પીડિતા અને મુખ્ય આરોપી સંદીપ (Sandeep)  વચ્ચે જૂની ઓળખાણ હતી અને કદાચ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી. સૌથી મોટી વાત એ છે કે આ વાતચીત કલાકો સુધી થતી હતી. 
Exclusive: હાથરસ કેસમાં Call Data Record થી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

હાથરસ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ કેસ (Hathras Case) માં હવે જે સત્ય સામે આવી રહ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. જે સત્ય સામે આવ્યું છે તે મુજબ પીડિતા અને મુખ્ય આરોપી સંદીપ (Sandeep)  વચ્ચે જૂની ઓળખાણ હતી અને કદાચ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી. સૌથી મોટી વાત એ છે કે આ વાતચીત કલાકો સુધી થતી હતી. 

ZEE NEWS પાસે એ Call Data Record છે જે મુજબ આરોપી સંદીપ અને પીડિતાના પરિવારના એક નંબર પર વાતચીત થતી હતી. નંબર પીડિતાના મોટા ભાઈના નામ પર રજિસ્ટર છે. બંને નંબરો વચ્ચે ઓક્ટોબર 2019થી માર્ચ 2020 વચ્ચે લગભગ 5 કલાક વાતચીત થઈ છે. આ અંગે તથ્યો જાણવા માટે પીડિતાના મોટા ભાઈને પૂછવામાં આવ્યું કે શું તમારી સંદીપ સાથે કોઈ વાતચીત થતી હતી તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. 

હવે તમને કેટલાક ગામવાળાઓની વાત જણાવીએ છે જે આ મામલે કેટલાક છૂપા સત્ય સામે લાવી રહ્યા છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું સંદીપે હત્યા નથી કરી?ZEE NEWS એ બૂલગઢી ગામના કેટલાક લોકો સાથે વાત કરી. આ લોકોએ કહ્યું કે આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ હોવાનો અર્થ એ નથી કે આરોપી પીડિતાની હત્યા ન કરી શકે. આ એક તપાસનો વિષય છે અને તેનો જવાબ તપાસ એજન્સીઓ જ શોધી નાખશે. 

જુઓ VIDEO

તેનો અર્થ એ સ્પષ્ટ છે કે આ કેસમાં ક્યાંક ને ક્યાંક કઈંક ગડબડ છે અને ઉતાવળમાં તારણ કાઢવાની કોશિશ કરાઈ. કોલ ડિટેલ્સ એ સાબિત કરે છે કે પીડિતાનો ભાઈ પણ કઈંક છૂપાવી રહ્યો છે. એ તો બિલકુલ સાચુ છે કે પીડિતાનું મૃત્યુ થયું છે અને તેને ન્યાય મળવો જ જોઈએ પરંતુ ન્યાયની ઉતાવળમાં કોઈ નિર્દોષને તો ફસાવવામાં નથી આવી રહ્યો ને? કે પછી કોઈ જૂઠ્ઠાણા પર  પડદો તો નથી નાખવામાં આવી રહ્યો! આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા લવકુશ નામના છોકરાની માતાનું કહેવું છે કે જ્યારે છોકરી ઘાયલ અવસ્થામાં પડી તી ત્યારે તેમણે તેમના પુત્રને પીડિતાને પાણી પીવડાવવા માટે મોકલ્યો હતો. પરંતુ ત્યારબાદ તેને ગેંગરેપનો આરોપી બનાવી દેવાયો. 

ત્રીજા આરોપી રામુના માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર 14 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાત વાગ્યાથી ઘરેથી નીકળી ગયો હતો. તે પાસેના ડેરી પ્લાન્ટમાં નોકરી  કરે છે. આરોપી રામુના માતાએ કહ્યું કે મારા પુત્ર પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. તે ત્યાં હતો જ નહીં. તે સવારે 7 વાગે ડેરી જવા નીકળી ગયો હતો. આરોપી રામુના માતાના દાવાની ખરાઈ કરવા માટે ZEE NEWS ગામથી લગભગ 3 કિમીના અંતરે આવેલા ડેરી પ્લાન્ટ પર પહોંચ્યું અને ડેરી પ્લાન્ટના માલિક સાથે વાત કરી. તેમણે એ વાતને સમર્થન આપ્યું કે રામુ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડેરી પ્લાન્ટમાં જ હાજર હતો. 

ડેરીના માલિકે કહ્યું કે 'રામુ ખુબ સીધો છોકરો છે. 14 તારીખે મારી ડેરી પર 8 વાગ્યાથી 11.30-12 વાગ્યા સુધી હતો. હાજરી રજિસ્ટરમાં તેની હાજરી નોંધાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચવાળા રજિસ્ટર લઈ ગયા છે. ડેરી પર કામ કરનારા સ્ટાફે પણ જોયું હતું કે રામુ ડેરી પર આવ્યો હતો.'

વાત ચોથા આરોપી રવિની. ગામવાળાઓએ જણાવ્યું કે રવિ પણ તે દિવસે ગામમાં નહતો. બુલગઢી ગામમાં રહેતા ઓમકાર સિંહે ઘટનાનો પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કર્યો છે. ઓમકાર સિંહે જણાવ્યું કે '14 તારીખે હું ગામથી ખેતરે જતો હતો. સંદીપ તેના પિતા સાથે ગાયને પાણી પીવડાવતો હતો. ખેતરમાંથી કણસવાનો અવાજ આવતો હતો. છોકરીના  ભાઈ અને તેની માતા ત્યાં ઊભા હતા અને છોકરી ખેતરમાં પડી હતી. છોકરીનો ભાઈ કહેતો હતો કે ફક્ત સંદીપનું નામ જ લેજે.'

14 સપ્ટેમ્બરે શું થયું હતું?
બુલગઢી ગામમાં રહેતા ઓમકાર સિંહે પોતે પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કરતા 14 સપ્ટેમ્બરના રોજ ગામમાં સામે આવેલા ઘટનાક્રમની જાણકારી આપી. જેની સાથે અનેક લોકો ઈત્તેફાક ધરાવે છે. 14 સપ્ટેમ્બરે સવારે સાડા નવ વાગે પીડિતાને લઈને તેનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. પીડિતાના ભાઈએ પાડોશીના પુત્ર સંદીપ વિરુદ્ધ FIR નોંધાવી. આરોપ  લગાવ્યો કે સંદીપે બાજરાના ખેતરમાં ગળું દબાવીને મારી બહેનને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. 

14 સપ્ટેમ્બરના રોજ કોઈએ રેપનો આરોપ લગાવ્યો નહતો. પીડિતાએ, તેની માતા કે તેના ભાઈ કોઈએ રેપની વાત કરી નહતી. તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જૂની અદાવતની વાત કહેવાઈ છે. જેમાં ફક્ત એક જ આરોપી સંદીપનું નામ લેવાયું છે. આ બાજુ 14 સપ્ટેમ્બરનો વધુ એક વીડિયો સામે આવ્યોછે જે સ્થાનિક હોસ્પિટલનો છે. જેમાં ઓડિયો અને વીડિયો મુજબ સ્પષ્ટ થાય છે કે પીડિતાનો પરિવાર તેને લઈને  પહેલા હોસ્પિટલ નહતો ગયો પરંતુ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. 

8 દિવસ બાદ પીડિતાનું નિવેદન લેવાયું
14 સપ્ટેમ્બરના રોજ પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં જે નિવેદન આપ્યું તેમાં પણ બળાત્કારનો કોઈ ઉલ્લેખ નહતો. માતાના કહેવા મુજબ પાડોશીના છોકરાએ પુત્રીનું ગળું દબાવ્યું છે. FIRના આધારે 19 સપ્ટેમ્બરના રોજ આરોપી સંદીપની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ ઘટનાના 8 દિવસ બાદ પીડિતાએ નવું નિવેદન નોંધાવ્યું. 

નવા નિવેદનમાં પીડિતાએ ગેંગરેપનો આરોપ લગાવ્યો. એટલે કે ત્યારે સંદીપ ઉપરાંત 3 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યાં. જેમના નામ લવકુશ, રવિ અને રામુ છે. આ ત્રણેય તે જ ગામના રહીશ છે. 26 સપ્ટેમ્બરના સુધીમાં પોલીસે આ ત્રણેયની પણ ધરપકડ કરી લીધી. આ બધા વચ્ચે પીડિતાની હાલાત બગડવા લાગી અને ત્યારબાદ તેને 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાઈ. જ્યાં બીજા દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું. 

આ મહત્વના સવાલો ઉઠ્યા
હાથરસના બુલગઢી ગામના લોકોના નિવેદનો અને દસ્તાવેજો કઈક મહત્વના સવાલો ઊભા કરી રહ્યા છે.

1. સૌથી મોટો સવાલ એ છે કે 14 સપપ્ટેમ્બરના રોજ પરિવારે રેપની વાત કેમ ન કરી?
2. પહેલા જ દિવસે બાકીના 3 આરોપીઓના નામ કેમ ન  લીધા?
3. આઠ દિવસ બાદ પરિવારે ગેંગરેપની વાત કેમ કરી?
4. જીભ કાપવાની વાત કેમ ફેલાવી, પીડિતા તો વાત કરતી જોવા મળી?
5. પરિવાર સીબીઆઈ તપાસ અને નાર્કો ટેસ્ટ માટે કેમ સહમત નથી?

પીડિત પરિવાર સાથે ફરીથી વાતચીત
ઉપરના મહત્વના સવાલો સામે આવ્યા બાદ જવાબ માટે પીડિતાના પરિવારના સભ્યો સાથે ફરીથી વાત કરી. એ સાચું છે કે પીડિતાનું મૃત્યુ થયું જેમાં પીઠ અને ગળા પર ઈજાના નિશાન હતાં. એટલે કે કોઈએ તો તેની સાથે મારપીટ કરી છે. તો આખરે એ આરોપી કોણ છે. તેની ભાળ મેળવવાની જવાબદારી એજન્સીઓની છે. ઝી ન્યૂઝ આ મામલે કોઈનો પક્ષ લેતું નથી, અહીં સમગ્ર તપાસ તથ્યોના આધારે કેમેરા પર ઓન રેકોર્ડ છે. 

સૌથી ગંભીર આરોપની સચ્ચાઈ
હાથરસ મામલે મોટો પ્રશ્ન એ છે કે શું પીડિતા સાથે બળાત્કાર થયો? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મેડિકલ કોલેજ અને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલની ફોરેન્સિક રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં પીડિતા સાથે મારપીટની વાત જણાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news