નવી દિલ્હી: ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના કેસ 55 હજાર કરતા ઓછા નોંધાયા છે. જ્યારે ત્રણ મહિનામાં મૃતકોની સંખ્યા ઘટીને એક દિવસમાં 578 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 50,129 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 78,64,811 પર પહોંચી છે. જેમાંથી 6,68,154 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે  70,78,123 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 578 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો  1,18,534 પર પહોંચ્યો છે. જો કે કોરોના પર એક સારા સમાચાર એ મળ્યા છે કે રિકવરી રેટ ખુબ વધી ગયો છે. 


દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, આવતા મહિને છેલ્લી ટ્રાયલ, જાણો ક્યારથી મળશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંક્રમણની સારવાર કરાવનારા દર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે સાત લાખથી નીચે રહી. દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 90 ટકા થઈ ગયો છે. આંકડા મુજબ ભારતમા 6,68,154 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં કુલ કેસના 8.50 ટકા છે. દેશમાં 70 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. 


ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી


દેશમાં હાલ રિકવરી રેટ 90 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.51 ટકા છે. ભારતમાં સાત ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ ઉપર ગઈ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખ પાર ગઈ હતી. કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ ઉપર ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખ પાર ગયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube