નવી દિલ્હી: વિવિધ સુધારાના પરિણામે ભારતીય અર્થવ્યવસ્થા વિકાસના પથ પર અગ્રેસર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે (WEF) તેમના હાલના રિપોર્ટમાં કહ્યું છે કે આ વર્ષ 2018માં ભારતની અર્થવ્યવસ્થા ચીનથી વધારે ઝડપી આગળ વધી રહી છે અને આ વર્ષે તેને પાછડ છોડી દેશે. WEFનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલી તેજી, ચીનના જીડીપી દરથી પણ વધારે હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર મારુ સપનું છે, તેના માટે હું સંપૂર્ણ મદદ કરવા તૈયાર છું: ઉમા ભારતી


આંતરરાસ્ટ્રીય મુદ્રા કોર્ષ (IMF) તેમની વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે આ વર્ષે જ્યાં ચીનનો જીડીપી દર 6.6 ટકા છે ત્યારે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેશે. આવતા વર્ષે 2019માં ચીનની 6.2 ટકા સરખામણીએ ભારત 7.4 ટકા જીડીપી દરથી વિકાસ કરશે.


વાંચવા માટે ક્લિક કરો: રાજસ્થાનમાં બોલ્યા સીએમ યોગી, ભગવાન રામના નામનો દીવો સળગાવો, કામ જલ્દી થશે


ચીનની આર્થિક ઝડપ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકામાં ચાલી રહેલા તેમનું ટ્રેડ વોર છે. ટ્રેડ વોરના કારણે ચીનની નિકાસ પર ઘણી અસર અને માંગ પર અસર થવાની પુરી આશંકા છે. ચીન 2017માં વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાવાળો દેશ હતો. ત્યારે ભારતના કેન્દ્રીય બેંક આરબીઆઇના અનુસાર, 2018-19માં ભારતમાં જીડીપીની વૃદ્ધી 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે.


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી


2. 2018માં 7.3 ટકા, 2019માં 7.4 ટકા રહેશે ભારતનો આર્થિક વૃદ્ધિ દર: આઇએમએફ
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (આઇએમએફ) ગત મહિનામાં ભારતની આર્થિક વૃદ્ધિ દર 2018માં 7.3 ટકા અને 2019માં 7.4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. તેમના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલમાં આઇએમએફે કહ્યું કે ચાલુ વર્ષમાં ભારત ફરીથી દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થાની સ્થિતિ પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે ચીનની સરખામણીએ 0.7 ટકા વધારે હશે. વર્ષ 2017માં ભારતની આર્થિક વૃદ્ધિ દર 6.7 ટકા હતો.


વાંચવા માટે ક્લિક કરો: આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો


3. ભારતનો આર્થિક વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજો: વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંકે ગત મહિને કહ્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબુતી આવી રહી છે. અને ચાલુ નાણા વર્ષમાં તેના 7.3 ટકા રહેવાની સંભાવના છે. વર્લ્ડ બેંકે કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા નોટબંધી અને વસ્તુ તેમજ સેવા ટેક્સ (GST)ના પ્રભવોથી બહાર આવી ગઇ છે. વર્લ્ડ બેંકે 2017-18માં ભારતનો 6.7 ટકા વિકાસ દરને સંતોષજનક જણાવ્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...