પર્યાવરણ દિવસ પર બોલ્યા પ્રધાનમંત્રી, ક્લાઇમેટ ચેન્જને કારણે આવી રહેલા પડકારો પ્રત્યે ભારત જાગરૂત
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું- ક્લાઇમેન્ટ ચેન્જને કારણે જે પડકાર સામે આવી રહ્યાં છે, ભારત તેના પ્રત્યે જાગરૂત પણ છે અને સક્રિયતાથી કામ પણ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2021) પર આયોજીત કાર્યક્રમમાં ઈ 100 પાયલટ પરિયોજનાનો શુભારંભ કર્યો હતો. સાથે વર્ષ 2020-2025 માટે ભારતમાં ઇથેનોલ મિશ્રણની કાર્યયોજના પર નિષ્ણાં સમિતિના રિપોર્ટનું અનાવરણ કર્યુ હતું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર ભારતે વધુ એક મોટુ પગલુ ભર્યું છે. ઇથેનોલ સેક્ટરના વિકાસ માટે એક વિસ્તૃત રોડમેપ જારી થયો છે. દેશભરમાં ઇથેનોલના ઉત્પાદન અને વિતરણ સાથે જોડાયેલી મહત્વકાંક્ષી E-100 પાયલટ પ્રોજેક્ટ પણ પુણેમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
કેંદ્રની ટ્વિટરને અંતિમ ચેતવણી, નવા IT નિયમ લાગૂ કરે, નહિતર અંજામ ચૂકવવા તૈયાર રહે
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું- ક્લાઇમેન્ટ ચેન્જને કારણે જે પડકાર સામે આવી રહ્યાં છે, ભારત તેના પ્રત્યે જાગરૂત પણ છે અને સક્રિયતાથી કામ પણ કરી રહ્યું છે. હવે ઇથેનોલ 21મી સદીના ભારતની સૌથી મોટી પ્રાથમિકતાઓમાં જોડાયુ છે. ઇથેનોલ પર ફોકસથી પર્યાવરણની સાથે એક સારો પ્રભાવ કિસાનોના જીવન પર પણ પડી રહ્યો છે. આજે અમે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગના લક્ષ્યને 2025 સુધી પૂરો કરવાનો સંકલ્પ લીધો છે.
6-7 વર્ષમાં રિન્યૂએબલ એનર્જીની આપણી ક્ષમતામાં 250% થી વધુનો વધારો થયો છે. ઇંસ્ટોલડ રિન્યૂએબલ એનર્જીની ક્ષમતાના મામલામાં આજે ભારત વિશ્વના ટોપ-5 દેશોમાં છે. તેમાં પણ સૌર ઉર્જાની ક્ષમતા છેલ્લા 6 વર્ષમાં 15 ગણી વધારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube